સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: હથિયાર છીનવવા માંગતા બારકુ પાટીલને પગમાં ગોળી

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: હથિયાર છીનવવા માંગતા બારકુ પાટીલને પગમાં ગોળી

સુરત ક્રાઈમ બ્રાન્ચે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બુઢાણા ગામ પાસેથી કુખ્યાત આરોપી જયેશ ઉર્ફે બારકુ પાટીલને દબોચી લીધો છે. રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર લાવતી વખતે તેણે પોલીસનું હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારતાં તે ઘાયલ થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ઘટના સમયે આરોપીએ સફાઈ કરવાનું બહાનું કાઢી ગાડી રોકાવી હતી અને પોલીસનું હથિયાર છીનવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન પોલીસે આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું, જેમાં તેને પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આરોપી બારકુ પાટીલ સામે સુરત અને ગુજરાતના અન્ય શહેરોમાં 35થી વધુ ગુનાહિત પ્રવૃત્તિઓ નોંધાયેલી છે. જેમાં પાંચથી વધુ આર્મ્સ એક્ટના કેસ, લૂંટ અને હથિયાર સાથેના ગુનાઓ સામેલ છે. તે મનિયા ડુક્કર સાથે મળીને અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે અગાઉ મનિયા ડુક્કરને કુંદના પોલીસ સ્ટેશનના જય દલાલ મર્ડર કેસમાં મહારાષ્ટ્રના જલગાંવથી પકડીને લાવ્યો હતો. પૂછપરછ દરમિયાન મર્ડરમાં તેની સંડોવણી સામે આવી હતી અને તેણે જયેશ ઉર્ફે બારકુ પાટીલ સાથે મળીને ત્રણ અલગ-અલગ હથિયારોમાં પોતાની સંડોવણી હોવાનું જણાવ્યું હતું.

હાલ પોલીસે આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.