સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડૉક્ટરનો આપઘાત

સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડૉક્ટરનો આપઘાત

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતકનું નામ યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ છે.

પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. પ્રજાપતિએ ડીન ઓફિસના બીજા માળે આવેલા એનાટોમી વિભાગમાં જઈને ધારદાર વસ્તુથી પોતાના હાથની નસ કાપી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ બીજા ડૉક્ટરનો આપઘાત છે. આ પહેલાં પણ એક રેસિડેન્ટ ડૉક્ટર પંખે લટકતા મળ્યા હતા.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.