સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના અલથાણમાં બાળકને મારવાનો વીડિયો વાયરલ, સોસાયટીના લોકોએ સમાધાન કરાવ્યું

સુરતના અલથાણમાં બાળકને મારવાનો વીડિયો વાયરલ, સોસાયટીના લોકોએ સમાધાન કરાવ્યું

સુરતના અલથાણ વિસ્તારની રાજહંસ સિમ્ફોનિયા સોસાયટીમાં એક બાળકને લાફો મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક શખ્સ બાળકને માર મારતો જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. બાળકનો એક દિવ્યાંગ બાળકી સાથે વિવાદ થયો હતો. આ વાતની જાણ થતાં બાળકીના પિતાએ ગુસ્સામાં આવીને બાળકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

CCTV દૃશ્યો સામે આવતાં સોસિયટીમાં ચર્ચા શરૂ થઈ અને બંને પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જોકે, સોસાયટીના અગ્રણીઓએ મધ્યસ્થી કરી અને બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ મામલો હવે થાળે પડ્યો છે.