સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી બાળક પટકાયું, ડ્રાઈવરની સૂઝથી બચ્યો જીવ

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી બાળક પટકાયું, ડ્રાઈવરની સૂઝથી બચ્યો જીવ

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી એક નાનું બાળક અચાનક નીચે પટકાયું હતું. સદનસીબે બસચાલકની સમયસૂચકતાને કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. બાળક બસમાં આગળની તરફ આવી ગયું હતું અને તે દરમિયાન ચાલુ બસમાંથી નીચે પટકાયું. ઘટનાને પગલે બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બસચાલકે તરત જ બસ રોકી બાળકને ઊંચકી લીધું હતું. તેમની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના જાહેર પરિવહનમાં નાના બાળકોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કરે છે. વાલીઓએ બસ, ટ્રેન કે અન્ય જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વખતે બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે.