સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો મનપા સામે આરોપ, ચૌટા બજારમાં ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ

સુરત: ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો મનપા સામે આરોપ, ચૌટા બજારમાં ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ

સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાલાએ મહાનગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. ઓલ્ડ સિટીના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા કોમર્શિયલ બાંધકામ અને આડેધડ પાર્કિંગના મુદ્દે તેમણે મનપામાં ફરિયાદ કરી છે.

ભજીયાવાલાના જણાવ્યા અનુસાર ચૌટા બજાર અને તેની આસપાસના વિસ્તારોમાં પહેલેથી જ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા રહેલી છે. હવે રહેણાંક મિલકતોમાં દુકાનો અને ગોડાઉન શરૂ થતાં સ્થાનિક લોકોની મુશ્કેલી વધી છે. કોમર્શિયલ પ્રવૃત્તિઓને કારણે પાર્કિંગનું દબાણ વધ્યું છે અને રહેવાસીઓને પોતાના ઘર સુધી પહોંચવામાં પણ તકલીફ પડે છે.

ભજીયાવાલાએ વધુમાં જણાવ્યું કે આ અંગે તેમણે મનપામાં ફરિયાદ કરી ત્યારે અધિકારીએ તેમને પોલિટિકલ પ્રેશર હોવાની વાત કરી હતી. આ આરોપ સંદર્ભે મહાનગરપાલિકાનું સત્તાવાર નિવેદન હાલ પ્રાપ્ત થયું નથી.