સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં અપહરણના કેસમાં પોલીસને સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

સુરતમાં અપહરણના કેસમાં પોલીસને સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

સુરતના અલથાણ વિસ્તારમાં અપહરણની ઘટના બનતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે. 1 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 10:40 વાગ્યે અપહરણનો કોલ મળતાં જ અલથાણ પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય થઈ ગઈ હતી.

પોલીસે ટેકનિકલ ટીમ અને સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી. કૉલ ડિટેલ રેકોર્ડ (CDR) અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસ આગળ વધી. તપાસ દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા SMC પ્લોટમાંથી અપહરણકર્તાઓ અને ફરિયાદીને શોધી કાઢવામાં આવ્યા.

પોલીસે સ્થળ પરથી જ આરોપીઓને ઝડપી લીધા અને તેમની પાસેથી પિસ્તોલ, ચપ્પુ તથા ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની કાયદેસર ધરપકડ કરવામાં આવી છે.

હાલ આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.