સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી ફિલ્મ 'સુપર કાંડ'નું પોસ્ટર રિલીઝ, 1 જાન્યુઆરી 2027એ થિયેટરમાં રિલીઝ

ગુજરાતી ફિલ્મ 'સુપર કાંડ'નું પોસ્ટર રિલીઝ, 1 જાન્યુઆરી 2027એ થિયેટરમાં રિલીઝ

ગુજરાતી સસ્પેન્સ-ડ્રામા ફિલ્મ 'સુપર કાંડ'નું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 1 જાન્યુઆરી, 2027એ થિયેટરમાં રિલીઝ થશે.

ફિલ્મની ટીમે અમદાવાદના એક થિયેટરમાં અનોખો પ્રમોશનલ સ્ટંટ કર્યો હતો. ચાલતી ફિલ્મ વચ્ચે અટકાવીને દર્શકોને ફિલ્મનું ટીઝર બતાવવામાં આવ્યું હતું. દર્શકોએ આ સ્ટંટને ઉત્સાહભેર વધાવી લીધો હતો. ફિલ્મનું ટીઝર હજી અધિકૃત રીતે ક્યાંય રિલીઝ થયું નથી.

ફિલ્મની ટૅગલાઇન છે, 'ગમે તે થાય... પણ આ કાંડ તો ભયંકર થવાનો.'

ફિલ્મની વાર્તા એક રેડિયો જોકી વિશે છે, જે તેની મજાકને કારણે શ્રોતાઓમાં લોકપ્રિય હોય છે. દસ વર્ષ પછી તે તેની જૂની ટીમ સાથે ફરી ભેગો થાય છે અને જૂની મજાકને ફરી કરવા માગે છે. આ દરમિયાન ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી અને રોમાંચ જોવા મળશે.

ફિલ્મનું નિર્દેશન રિષભ થાનકીએ કર્યું છે. ફિલ્મમાં પાર્થ મધુકૃષ્ણ, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, સોહની ભટ્ટ અને મનન ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને જલારામ ફિલ્મ્સ અને મરકટ બ્રધર્સે બનાવી છે.