બોલિવૂડમાં છેલ્લા અઠવાડિયે બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મો એકસાથે રિલીઝ થઈ હતી. હવે નવેમ્બરમાં વધુ બે ફિલ્મો સામસામે આવી રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે બોક્સ ઓફિસ પર ભાઈ-બહેન વચ્ચે ટક્કર થવા જઈ રહી છે.
સની દેઓલ અભિનીત ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક' 20 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતાઓએ 12 ઓક્ટોબરે મોશન પોસ્ટર રિલીઝ કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે.
બીજી તરફ, સની દેઓલના બહેન ઈશા દેઓલની ફિલ્મ 'પ્રતાપ' પણ 20 નવેમ્બરે જ રિલીઝ થવાની છે. લાંબા સમય પછી ઈશા દેઓલ મોટા પડદા પર પુનરાગમન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિત સાધ મુખ્ય ભૂમિકામાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનું પાત્ર ભજવશે, અને ઈશા દેઓલ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ થોડા કલાક પહેલા જ આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.
આમ, નવેમ્બરમાં બોક્સ ઓફિસ પર ભાઈ-બહેનની ફિલ્મો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. જોકે, આ ટક્કરની બંને ફિલ્મોની બોક્સ ઓફિસ કમાણી પર શું અસર થશે તે જોવું રસપ્રદ રહેશે.