સત્ય. સાહસ. સંકલ્પ.

ગોવિંદાના પત્ની સુનિતા આહૂજાએ 'વન નાઈટ સ્ટેન્ડ'ના સવાલ પર શાહરૂખ ખાનને પ્રથમ પસંદ ગણાવ્યો

ગોવિંદાના પત્ની સુનિતા આહૂજાએ 'વન નાઈટ સ્ટેન્ડ'ના સવાલ પર શાહરૂખ ખાનને પ્રથમ પસંદ ગણાવ્યો

ગોવિંદાના પત્ની સુનિતા આહૂજા પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમને કાલ્પનિક 'વન નાઈટ સ્ટેન્ડ' અંગે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે અચકાયા વગર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું નામ લીધું અને તેમને પોતાની 'ફર્સ્ટ પ્રાયોરિટી' ગણાવ્યા. આ જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ સુનિતા 'વાય નોટ વિથ એમએનએલ'ની સીઝન 3માં પહોંચ્યા હતા. એક રેપિડ-ફાયર સેગમેન્ટમાં તેમને પૂછવામાં આવ્યું કે, શાહરૂખ ખાન, શાહિદ કપૂર અને હર્ષવર્ધન રાણેમાંથી કોઈ એકને કાલ્પનિક 'વન-નાઈટ સ્ટેન્ડ' માટે પસંદ કરવાના હોય તો તેઓ કોને પસંદ કરશે? સુનિતાએ તરત જ શાહરૂખ ખાનનું નામ લીધું. તેમણે કહ્યું, 'તમે કંઈ પણ પૂછો, મારી ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા શાહરૂખ ખાન જ રહેશે.'

શાહરૂખ ખાન પ્રત્યેનો તેમનો આ પ્રેમ નવો નથી. આ પહેલા 'ઈન્સ્ટન્ટ બોલિવૂડ'ને આપેલા ઈન્ટરવ્યુમાં સુનિતાએ પ્રેમ અને લગ્નના સંબંધો પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંબંધનો પાયો 'વિશ્વાસ, પ્રેમ અને બાળકો' હોય છે. તેમણે પઝેસિવનેસને પ્રેમનો મહત્વનો હિસ્સો ગણાવતા શાહરૂખ ખાનની 1993ની ચર્ચિત ફિલ્મ 'ડર'નો ઉલ્લેખ કર્યો હતો. સુનિતાએ કહ્યું હતું, 'મને એવો પ્રેમ પસંદ છે... જેવો શાહરૂખ ખાને 'ડર' ફિલ્મમાં કર્યો હતો. હું મારા પતિ અને બાળકોને લઈને ખૂબ પઝેસિવ છું, તેમને કોઈની સાથે શેર ન કરી શકું. જો સંબંધમાં થોડી પઝેસિવનેસ ન હોય, તો એ પ્રેમ નહીં, માત્ર સમજૂતી બનીને રહી જાય છે.'

સુનિતાએ એ પણ જણાવ્યું કે, લગ્ન પછી તેમણે એક્ટિંગને કરિયર બનાવવાની જગ્યાએ પરિવારને પ્રાથમિકતા કેમ આપી. તેમણે કહ્યું કે, તેમના માતા ઈચ્છતા હતા કે તેઓ એક સારી ગૃહિણી બને. તેમના માતા પોતે પણ પરિવારને પ્રાથમિકતા આપતા હતા અને ઈચ્છતા હતા કે સુનિતા લગ્ન કરે, બાળકો થાય અને પરિવાર સંભાળે. સુનિતાએ માતાની વાત માની અને ફિલ્મોમાં કરિયર બનાવવાની જગ્યાએ પરણેલી જિંદગી અને બાળકોના ઉછેર પર ધ્યાન આપ્યું. તેમણે ઉમેર્યું કે, લગ્નને હવે 38 વર્ષ થઈ ચૂક્યા છે અને એ નિર્ણય તેમના જીવનનો મોટો હિસ્સો બની ગયો.

લાંબા સમય સુધી સુનિતા આહૂજાની ઓળખ ગોવિંદાની પત્ની તરીકે રહી, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેમણે મનોરંજનની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ટીવી અને રિયાલિટી એન્ટરટેનમેન્ટમાં તેમની હાજરી વધી છે. 'લાફ્ટર શેફ્સ' અને બીજા ટેલિવિઝન પ્રોજેક્ટ્સ પછી તેઓ 'લોકઅપ 2'માં પણ જોવા મળ્યા હતા.