સત્ય. સાહસ. સંકલ્પ.

40 વર્ષના લગ્નજીવન પર સુનિતા આહુજાનું નિવેદન: 'અમને કોઈ અલગ ન કરી શકે'

40 વર્ષના લગ્નજીવન પર સુનિતા આહુજાનું નિવેદન: 'અમને કોઈ અલગ ન કરી શકે'

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધો ફરી ચર્ચામાં છે. તાજેતરમાં સુનિતાએ એક ઈન્ટરવ્યુમાં તેમના 40 વર્ષના લગ્નજીવન અને ગોવિંદા સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

સુનિતાએ કહ્યું કે તેમણે અને ગોવિંદાને કોઈ અલગ કરી શકે તેમ નથી. તેમણે ઉમેર્યું, 'આ 40 વર્ષના લગ્ન છે, તો આ કેમ નહીં ટકે? હું કામ પર ધ્યાન આપી રહી છું, પણ કોઈ અમને આ જિંદગીમાં અલગ ન કરી શકે. બાકી બધું મેં ભગવાન પર છોડી દીધું છે.'

તેણે આગળ કહ્યું, 'સ્વાભાવિક છે કે તે દિવસો ફરી આવશે. હજુ સમય અમારા પક્ષમાં નથી, અને તમે સમય સામે લડી શકતા નથી. જે તેમને ગમે છે તે કરે છે. ભગવાન સિવાય હું કોઈને કંઈ કહેતી નથી. હવે જે અમારા માટે સાચું હશે, ભગવાન તે અમને ચોક્કસ આપશે.'

સુનિતાએ ગોવિંદા સાથેના દિવાળીના દિવસો યાદ કરતાં જણાવ્યું કે ગોવિંદા તેમને દિવાળી પર સોનું ખરીદવા લઈ જતા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે જલ્દી તે દિવસો ફરી આવશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગોવિંદા તેમની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોવા મળ્યા હતા, જેના કારણે અફેરની અટકળો શરૂ થઈ હતી. સુનિતાએ આરોપ લગાવ્યો હતો કે ગોવિંદા કોમલ સાથે લગ્ન કરવાના હતા, જેથી તેમણે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. જોકે, હવે બંનેના સંબંધો પાટા પર પરત ફરતા નજરે પડી રહ્યા છે.