સત્ય. સાહસ. સંકલ્પ.

4 ઓક્ટોબરે સૂર્ય-શનિ સામસામે: સિંહ, કન્યા અને ધન રાશિ માટે શુભ સંકેત

4 ઓક્ટોબરે સૂર્ય-શનિ સામસામે: સિંહ, કન્યા અને ધન રાશિ માટે શુભ સંકેત

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને કર્મ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે શનિ વ્યક્તિના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ ધીમે ચાલે છે, તેથી એ લાંબા સમય સુધી એક જ રાશિમાં રહે છે અને આ દરમિયાન બીજા ગ્રહો સાથે તેની જે સ્થિતિ બને છે, તેની અસર અલગ-અલગ રાશિઓ પર પડે છે.

હાલના ગોચર પ્રમાણે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે, જ્યારે સૂર્ય કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. જ્યોતિષીય ગણતરી કહે છે કે 4 ઓક્ટોબરે સાંજે 5.56 વાગ્યે સૂર્ય અને શનિ એકબીજાથી 180 ડિગ્રીના અંતરે, એટલે કે આમને-સામને આવશે. આ સ્થિતિને 'સૂર્ય-શનિ સમસપ્તક યોગ' કે 'સૂર્ય-શનિ વિરોધ' કહેવાય છે. ચંદ્ર રાશિના આધારે જ્યોતિષીય સિદ્ધાંતો પ્રમાણે આ સ્થિતિ કેટલીક રાશિઓ માટે શુભ મનાય છે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે આ સ્થિતિ જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાં પરિવર્તનનો સંકેત આપી શકે છે. જ્યોતિષ મુજબ શનિ આઠમા ભાવમાં અને સૂર્ય બીજા ભાવમાં રહેશે. આ સમયગાળામાં લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ ધીમે ધીમે હળવી થવાની શક્યતા છે. કાર્યસ્થળ પર સફળતા મળી શકે છે અને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે. નોકરી કરતા લોકોને વ્યાવસાયિક માન-સન્માન મળી શકે છે અને આર્થિક સ્થિતિ સુધારવાની તકો મળી શકે છે. વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય લાભદાયક જણાય છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે અને આવકના સ્રોત પ્રમાણમાં સ્થિર રહેવાની શક્યતા છે. જોકે વ્યક્તિગત જરૂરિયાતો અને સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ વધવાની પણ શક્યતા છે.

કન્યા રાશિ: કન્યા રાશિ માટે આ સ્થિતિ સંબંધો અને વ્યક્તિગત જીવનની દૃષ્ટિએ મહત્વની મનાય છે. આ સમયગાળામાં શનિ સાતમા ભાવમાં અને સૂર્ય લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં રહેશે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે લાંબા સમયથી ચાલી આવતી કેટલીક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. તમે તમારા સ્વાસ્થ્ય, વ્યક્તિત્વ અને વ્યક્તિગત પ્રાથમિકતાઓ પર વધુ ધ્યાન આપી શકો છો. દાંપત્ય જીવનમાં કોઈ મતભેદ ચાલતા હોય તો વાતચીત દ્વારા તેને ઉકેલવાની તકો મળી શકે છે. ભાગીદારી સંબંધિત બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધવું પણ લાભદાયક રહેશે.

ધન રાશિ: ધન રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની આ સ્થિતિ અલગ-અલગ ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારનો સંકેત આપી શકે છે. આ સમયગાળામાં નકારાત્મક વિચારો અને માનસિક તણાવમાં ઘટાડો થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર ફેરફારનો અનુભવ થઈ શકે છે; જ્યોતિષીય આકલન મુજબ મનપસંદ સ્થળે બદલી થવાની શક્યતા છે. વાતચીત દ્વારા પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજો કે વિવાદો ઉકેલવાની તક મળી શકે છે. આ સમય દરમિયાન પારિવારિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળવાના સંકેતો પણ છે. સંબંધીઓ કે નજીકના લોકો સાથે કોઈ મનભેદ હોય તો તે અંતર ઘટાડવાની તકો ઊભી થઈ શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષશાસ્ત્રના આધારે છે. આ વિજ્ઞાનસમ્મત પુરાવો પર આધારિત નથી.