સુદાનના પૂર્વ વિસ્તારમાં રવિવારે એક સોનાની ખાણનો શાફ્ટ અચાનક ધસી પડતાં 11 શ્રમિકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ ઘણા શ્રમિકો કાટમાળમાં દટાયેલા હોવાની માહિતી છે અને બચાવ કાર્ય ચાલુ છે. એક અધિકારીએ આ ઘટના અને બચાવ કાર્યની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે સાત દિવસ અગાઉ એટલે કે ગત રવિવારે પણ આ જ પ્રકારની ઘટનામાં 82 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આમ, થોડા દિવસોમાં બનેલી બે ઘટનાઓમાં કુલ 93 લોકોના મોત થયા છે.
આ વિસ્તાર પેરામિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સના નેતૃત્વ હેઠળ આવે છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સુદાની સેના સામે લડી રહી છે. સંઘર્ષના કારણે આ વિસ્તારમાં સુરક્ષા અને બચાવ વ્યવસ્થા પર દબાણ છે.