તમે સવારના નાસ્તામાં બેસન કે મગની દાળના પુડલા ઘણી વાર ખાધા હશે. આ વખતે સ્ટફ્ડ ઓટ્સ પુડલા ટ્રાય કરો. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો તમને દિવસભર ઊર્જા આપવામાં મદદ કરશે.
આ પુડલા પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે પેટના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે, કારણ કે તેને પચાવવા સરળ છે. ઓટ્સમાંથી બનતા આ પુડલા શાકભાજી અને પનીરના સ્ટફિંગ સાથે બને છે.
સ્ટફ્ડ ઓટ્સ પુડલા રેસિપી
સામગ્રી
- 1 કપ ઓટ્સ
- 2 ચમચી બેસન અથવા ચોખાનો લોટ
- 1-2 ઝીણા સમારેલા લીલા મરચાં
- 1 મોટો ચમચો તેલ
- 1/2 નાની ચમચી હળદર પાવડર
- 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર (વૈકલ્પિક)
- 1 ચપટી હિંગ
- 1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
- સ્વાદાનુસાર મીઠું
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1 ચમચી જીરું
- 2 ચમચી ટુકડા કરેલું પનીર
- 1/2 કપ બાફેલા લીલા વટાણા
- 1/2 બાફેલું બટાકું
- 1 નાની ચમચી ઝીણી સમારેલી ડુંગળી
- 1 નાની ચમચી ટામેટું
- 1 નાની ચમચી બાફેલી ફણસી (બીન્સ)
- 1 ચપટી હિંગ
- 1/2 નાની ચમચી લાલ મરચું
- 1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા ગરમ મસાલો
- સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત
- સૌથી પહેલા સ્ટફિંગ તૈયાર કરો. એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરીને જીરું સાંતળો.
- ત્યારબાદ ડુંગળી અને ટામેટાં સાથે 1 ચપટી હિંગ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને 1 મિનિટ સુધી સાંતળી લો.
- આ પછી તેમાં 1/2 કપ બાફેલા લીલા વટાણા, 2 ચમચી ટુકડા કરેલું પનીર, 1/2 બાફેલું બટાકું અને 1 નાની ચમચી બાફેલી ફણસી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- તેને એક વાસણમાં કાઢીને અલગથી ઠંડુ થવા માટે મૂકી દો.
- હવે એક મોટું વાસણ લો, તેમાં 2 ચમચી બેસન અથવા ચોખાનો લોટ નાખો.
- આ પછી ઓટ્સને મિક્સરમાં ઝીણા પીસી લો.
- ઓટ્સને પણ બેસનના મિશ્રણમાં ઉમેરીને ઉપરથી 1 ચપટી હિંગ, 1/2 નાની ચમચી લાલ મરચું, 1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા ગરમ મસાલો નાખો.
- તેમાં શાકભાજીનું સ્ટફિંગ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- સૌથી છેલ્લે થોડું મીઠું અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું (બેઝ) તૈયાર કરી લો.
- એક નોન-સ્ટિક પેન પર હલકું તેલ લગાવીને ગ્રીસ કરો અને તેના પર ખીરું પાથરીને ગોળ આકાર આપો.
- તેને બંને બાજુથી શેકી લો. હવે તમારો બ્રેકફાસ્ટ સ્પેશિયલ સ્ટફ્ડ ઓટ્સ પુડલો તૈયાર છે.
- આ પુડલાને લીલી ચટણી કે સોસ સાથે નાસ્તામાં પીરસો.