સત્ય. સાહસ. સંકલ્પ.

સ્ટુઅર્ટ બ્રોડની 21મી સદીની ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન યાદીમાં સચિન ટોપ પર, કોહલી છેલ્લા સ્થાને

સ્ટુઅર્ટ બ્રોડની 21મી સદીની ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન યાદીમાં સચિન ટોપ પર, કોહલી છેલ્લા સ્થાને

21મી સદીના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન કોણ છે? આ સવાલનો જવાબ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે આપ્યો છે. તેમણે પોતાની ટોપ-10 ટેસ્ટ બેટ્સમેનોની યાદી બનાવી છે, જેમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

એક પોડકાસ્ટમાં જોસ બટલર સાથે વાત કરતી વખતે બ્રોડે આ યાદી બનાવી. બંનેએ સ્વીકાર્યું કે સચિન તેંડુલકર 21મી સદીના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન છે. બ્રોડની યાદીમાં સચિન પ્રથમ સ્થાને છે, જ્યારે વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા બીજા સ્થાને છે. શ્રીલંકાના કુમાર સંગાકારા, જેમણે ટેસ્ટમાં સૌથી વધુ 12,400 રન બનાવ્યા છે, તેમને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. ઇંગ્લેન્ડના જો રૂટ ચોથા સ્થાને છે.

બ્રોડે ભારતમાંથી વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરને પસંદ કર્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં મળીને 38,439 રન બનાવ્યા છે અને 117 સદી ફટકારી છે. ત્રણેય હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે.

ઓસ્ટ્રેલિયાથી બ્રોડે સ્ટીવ સ્મિથ અને રિકી પોન્ટિંગને પસંદ કર્યા છે. બંને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રહ્યા છે અને બંનેએ મળીને ટેસ્ટમાં 78 સદી ફટકારી છે. સ્મિથ હજુ ટેસ્ટ ક્રિકેટમાં સક્રિય છે. દક્ષિણ આફ્રિકાથી તેમણે એબી ડી વિલિયર્સ અને જેક્સ કાલિસને સ્થાન આપ્યું છે. કાલિસે ટેસ્ટમાં 13,289 રન બનાવ્યા છે, જ્યારે ડી વિલિયર્સ 21મી સદીના શ્રેષ્ઠ ઓલ-ફોર્મેટ ખેલાડીઓમાંથી એક ગણાય છે.

બ્રોડની યાદીમાં ઇંગ્લેન્ડના માત્ર એક જ ખેલાડી જો રૂટનો સમાવેશ થયો છે. રૂટ હજુ ટેસ્ટ ક્રિકેટમાં સક્રિય છે અને 14,000થી વધુ રન બનાવી ચૂક્યા છે. આ યાદીમાં દરેક દેશના બે-બે ખેલાડીઓનો સમાવેશ થાય છે.