મુંબઈ: હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી' (2018) અને તેની સિક્વલ 'સ્ત્રી 2' (2024)ને મળેલી સફળતા બાદ નિર્માતા દિનેશ વિજને ત્રીજા ભાગ 'સ્ત્રી 3'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ 2028માં સ્વતંત્રતા દિવસ કે ક્રિસમસ પર રિલીઝ થવાની શક્યતા છે.
દિનેશ વિજના જણાવ્યા અનુસાર, નિર્દેશક અમર કૌશિકે 'સ્ત્રી 3'ની પટકથા લખી લીધી છે. જોકે, કૌશિક 'સ્ત્રી 3'નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'મહાવતાર'નું કામ પૂરું કરશે. 'મહાવતાર'નું શૂટિંગ જૂન 2028માં પૂરું થયા બાદ જ 'સ્ત્રી 3' પર કામ શરૂ થશે.
'સ્ત્રી'માં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકા હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. છ વર્ષ બાદ આવેલી 'સ્ત્રી 2'માં સરકટેની કહાની રજૂ કરવામાં આવી હતી. હવે 'સ્ત્રી 3'માં શું નવું જોવા મળશે તે અંગે દર્શકોમાં ઉત્સુકતા છે.