નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. માત્ર ત્રણ દિવસમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે.
પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં યોજાયેલા એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વ ઉપરાંત નવા બનેલા રેઇન ફોરેસ્ટ અને સ્કાય ટાવર પણ મુખ્ય આકર્ષણ બન્યા છે. સ્કાય ટાવર પરથી આસપાસનું કુદરતી દૃશ્ય જોઈ શકાય છે, જેને કારણે સહેલાણીઓમાં તેની લોકપ્રિયતા વધી છે.
આ આકર્ષણોને કારણે નર્મદા જિલ્લામાં પ્રવાસનનો માહોલ જામ્યો છે અને દિવાળીના વેકેશનમાં આ સ્થળ પ્રવાસીઓ માટે મુખ્ય હોટસ્પોટ બન્યું છે.