સત્ય. સાહસ. સંકલ્પ.

મહિલા એશિયા કપ: શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવ્યું, સેમિફાઇનલમાં પ્રવેશ

મહિલા એશિયા કપ: શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવ્યું, સેમિફાઇનલમાં પ્રવેશ

મહિલા એશિયા કપ 2026ની ટૂર્નામેન્ટમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 19મી ઓવરમાં હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ તેમની સતત ત્રીજી જીત છે. ભારત પછી સેમિફાઇનલમાં પહોંચનારી શ્રીલંકા બીજી ટીમ બની છે.

પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા હતા. શોભના મોસ્તરીએ સૌથી વધુ 34 રન બનાવ્યા. દિલરા અખ્તરે 26, જુવૈરિયા ફિરદોસ અને ફાહિમા ખાતુને 14-14 રન ઉમેર્યા. શ્રીલંકા તરફથી ચામુડી પ્રબોદાએ ત્રણ વિકેટ લીધી.

115 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ચમારી અટાપટ્ટૂ પહેલી ઓવરમાં 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. પાવરપ્લેમાં બે અને પછી નવમી-દસમી ઓવરમાં વિશમી ગુણારત્ને અને કવિશા દિલહારી આઉટ થતાં ટીમે 44 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. તે સમયે બાંગ્લાદેશની પકડ મજબૂત લાગતી હતી.

પરંતુ પાંચમા ક્રમે બેટિંગ કરતી હર્ષિતા સમરવિક્રમાએ મેચનું પાસું પલટી નાખ્યું. તેણે નિલક્ષિકા સિલ્વા સાથે છઠ્ઠી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી. છેલ્લી ત્રણ ઓવરમાં 29 રન જરૂરી હતા, ત્યારે હર્ષિતાએ 18મી ઓવરમાં 16 અને 19મી ઓવરમાં 11 રન ફટકારીને શ્રીલંકાને જીત અપાવી. શ્રીલંકાએ 19મી ઓવરના બીજા બોલે 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી.

હર્ષિતા 48 રન બનાવીને અણનમ રહી, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.