સત્ય. સાહસ. સંકલ્પ.

સ્પેનમાં લાઈવ રિપોર્ટિંગ દરમિયાન પત્રકાર મોજામાં તણાયો, વીડિયો વાયરલ

સ્પેનમાં લાઈવ રિપોર્ટિંગ દરમિયાન પત્રકાર મોજામાં તણાયો, વીડિયો વાયરલ

સ્પેનના બાસ્ક પ્રદેશના ઓન્ડારોઆ શહેરમાં દરિયાકિનારેથી લાઈવ રિપોર્ટિંગ કરી રહેલા એક પત્રકાર અને તેમની કેમેરાવુમન અચાનક મોટા મોજામાં તણાઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પત્રકાર સર્જિયો ઓવેચેરો ટીવી કાર્યક્રમ માટે દરિયાકિનારેથી લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તેઓ દર્શકોને જણાવી રહ્યા હતા કે મોજા વધી રહ્યા છે અને કિનારા પરના લોકોએ સાવચેતી રાખવી જોઈએ. તે જ સમયે, એક વિશાળ મોજું રક્ષણાત્મક દીવાલ તોડીને તેમના સુધી પહોંચી ગયું. મોજાના જોરદાર પ્રવાહને કારણે પત્રકાર અને તેમની કેમેરાવુમન રાકેલ પોતાનું સંતુલન ગુમાવીને નીચે પડી ગયા.

આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મોજું અથડાતાં પત્રકાર અને કેમેરાવુમન બંને પડી જાય છે અને થોડા સમય માટે સિગ્નલ પણ કપાઈ જાય છે. જોકે, બંને સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.

આ ઘટના પત્રકારો માટે લાઈવ રિપોર્ટિંગ દરમિયાન આવી અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેનું ઉદાહરણ છે. દરિયાઈ તોફાનો દરમિયાન સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે પણ આ ઘટના દર્શાવે છે.