સત્ય. સાહસ. સંકલ્પ.

સ્પેસએક્સની ઐતિહાસિક સફળતા: સ્ટારશિપને હવામાં 'ચોપસ્ટિક્સ'થી પકડ્યું

સ્પેસએક્સની ઐતિહાસિક સફળતા: સ્ટારશિપને હવામાં 'ચોપસ્ટિક્સ'થી પકડ્યું

અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે અંતરિક્ષ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીનું 'શિપ 42' નામનું સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં આશરે 22 કલાક રહ્યા બાદ પૃથ્વીના 14 ચક્કર લગાવીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યું છે.

ટેક્સાસમાં સ્પેસએક્સના લોન્ચ સેન્ટર પર પરત ફરતી વખતે લોન્ચ ટાવર પર લગાવેલી 'ચોપસ્ટિક્સ' નામની બે વિશાળ સ્ટેન્ડે આ સ્પેસક્રાફ્ટને હવામાં જ સહીસલામત પકડી લીધું હતું. અંતરિક્ષથી પરત ફરેલા સ્ટારશિપને આ રીતે હવામાં પકડવાની આ પહેલી ઘટના છે.

આ મિશન દરમિયાન સ્પેસક્રાફ્ટે 275 કિલોમીટરની ઊંચાઈએ પહોંચીને 26 નવા સ્ટારલિંક સેટેલાઇટ સફળતાપૂર્વક અંતરિક્ષમાં સ્થાપિત કર્યા હતા. જોકે, રોકેટના પહેલા ભાગ એટલે કે 'બૂસ્ટર'ને આ જ રીતે પકડવામાં એન્જિનની ખામીના કારણે સફળતા મળી શકી ન હતી અને તે મેક્સિકોના અખાતમાં જઈ પડ્યું હતું. આમ છતાં, સ્ટારશિપની આ સુરક્ષિત વાપસીથી ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રાનો ખર્ચ ઘટાડવામાં મોટી મદદ મળશે.