હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની ધારણા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આ સમયગાળામાં મહત્તમ કે લઘુતમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી. રાજ્યમાં ઉત્તર તેમજ ઉત્તર-પૂર્વીય દિશાથી પવન ફૂંકાશે.
રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન નલિયામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં આકાશ સ્વચ્છ રહેવાની ગણતરી છે. અહીં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ, એટલે કે 22.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં પણ અમદાવાદનું લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.