દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીક શનિવારે રાત્રે એક ટેવર્નમાં થયેલા ગોળીબારમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગૌતેંગ પ્રાંતના વેડેલા ટાઉનશીપમાં શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. આઠ અજાણ્યા હુમલાખોરો AK-47 રાઈફલ અને પિસ્તોલથી સજ્જ થઈને ટેવર્ન પાસે પહોંચ્યા હતા. તેમણે પહેલા બહાર દારૂ પી રહેલા લોકો પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ ટેવર્નમાં પ્રવેશીને અંદર રહેલા લોકો પર પણ ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હુમલાખોરોની શોધમાં છે અને તપાસ ચાલુ છે.
જોહાનિસબર્ગમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાય વસે છે. આ ઘટનાને લઈને સ્થાનિક ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ચિંતા છે. જોકે, અત્યાર સુધી કોઈ ભારતીય અથવા ગુજરાતી નાગરિકના મોત કે ઈજા થવાની પુષ્ટિ થઈ નથી.