સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકાએ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી માલગાડી દોડાવી, વિશ્વ રેકોર્ડ બનાવ્યો

દક્ષિણ આફ્રિકાએ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી માલગાડી દોડાવી, વિશ્વ રેકોર્ડ બનાવ્યો

દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી અને 696 ડબ્બાવાળી માલગાડી દોડાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ગાડી સામાન્ય માલગાડી કરતાં ઘણી લાંબી હતી, જે સામાન્ય રીતે એકથી દોઢ કિલોમીટરની હોય છે.

દક્ષિણ આફ્રિકાની સરકારી પરિવહન કંપની ટ્રાન્સનેટે 17 ઓક્ટોબરે આ ગાડીનું પરીક્ષણ કર્યું હતું. કંપનીએ જણાવ્યું કે આ પરીક્ષણ સફળ રહ્યું છે. ગાડીએ દરિયાકાંઠે આવેલા સલદાન્હા બેથી લોખંડની ખાણ સુધીનું 860 કિલોમીટરનું અંતર બે દિવસમાં કાપ્યું હતું. ખાલી ડબ્બા સાથેની આ ગાડીને ખેંચવા માટે વચ્ચે અનેક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન જોડવામાં આવ્યાં હતાં. આનાથી લાંબા અંતર સુધી ભારે માલસામાન લઈ જવાની રેલવેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.

આ પહેલાં દુનિયાની સૌથી લાંબી માલગાડીનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના નામે હતો. વર્ષ 2001માં ઑસ્ટ્રેલિયાએ 7.24 કિલોમીટર લાંબી માલગાડી દોડાવી હતી. હવે દક્ષિણ આફ્રિકાએ તે રેકોર્ડ તોડ્યો છે. આ સફળ પરીક્ષણથી ભારે માલસામાનના પરિવહન માટે લાંબી માલગાડીઓની ક્ષમતા ચકાસવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે.