સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધીના પુસ્તકમાં અનસીન ફોટા: રાજીવે ક્લિક કરેલો ફોટો કવર પર

સોનિયા ગાંધીના પુસ્તકમાં અનસીન ફોટા: રાજીવે ક્લિક કરેલો ફોટો કવર પર

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ આજે લૉન્ચ થયું છે. 544 પાનાં અને 7 પ્રકરણ ધરાવતા આ પુસ્તકમાં ઘણી વણકહેલી વાતો ઉપરાંત એવા ફોટોગ્રાફ્સ પણ સામેલ છે, જે અગાઉ ક્યારેય જાહેરમાં આવ્યા નથી. આ ફોટાઓમાંથી ઘણા રાજીવ ગાંધીએ પાડ્યા છે, તો કેટલાક પ્રિયંકા ગાંધીએ.

પુસ્તકના કવર પરનો ફોટો રાજીવ ગાંધીએ 1966માં પાડ્યો હતો. પુસ્તકમાં રાજીવ અને સોનિયાના બાળપણ, સોનિયાના માતા-પિતા, રાજીવ સાથેના પ્રેમ અને લગ્ન, રાહુલ-પ્રિયંકાનું બાળપણ અને અભ્યાસ, પ્રિયંકા-રોબર્ટના લગ્ન, ઇન્દિરા ગાંધીના નિધન, રાજીવના ચૂંટણી પછીના નિધન, સોનિયાના રાજકારણમાં પ્રવેશ, પીએમ પદ છોડતી વખતે સાંસદોની પ્રતિક્રિયા, સોનિયાના ફેવરિટ ફોટા અને સંજયના લગ્નમાં રાજીવે ક્લિક કરેલા વરુણના ફોટા જેવા દુર્લભ ચિત્રો સામેલ છે.

સોનિયા ગાંધીએ આ પુસ્તકને અંગત સંસ્મરણો ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ રાજકીય પુસ્તક નથી. કોઈ લૉન્ચ ઇવેન્ટ વગર પુસ્તક સીધું બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થયું છે.