સત્ય. સાહસ. સંકલ્પ.

સોલાર પેનલથી મિની સ્પ્લિટ AC ચલાવવો છે? પહેલા જાણો કેટલા પેનલ લાગશે અને કેટલો થશે ખર્ચ

સોલાર પેનલથી મિની સ્પ્લિટ AC ચલાવવો છે? પહેલા જાણો કેટલા પેનલ લાગશે અને કેટલો થશે ખર્ચ

AC વાપરવાનું વધે એટલે વીજળીનું બિલ પણ વધે. આજે ઘણા લોકો સોલાર પેનલ લગાવીને AC ચલાવવાનું વિચારે છે. પણ સવાલ એ થાય કે મિની સ્પ્લિટ AC માટે કેટલા પેનલ જોઈએ? આ હિસાબ સમજવો જરૂરી છે, કારણ કે મિની સ્પ્લિટ ACની વીજળીની ખપત વિન્ડો AC કે સેન્ટ્રલ AC કરતાં અલગ હોય છે.

મિની સ્પ્લિટ ACમાં ડક્ટલેસ અને ઇન્વર્ટર ટેકનોલોજી વપરાય છે. ઇન્વર્ટર કોમ્પ્રેસર રૂમની જરૂરિયાત પ્રમાણે પોતાની સ્પીડ આપમેળે ઓછી-વધુ કરે છે. એટલે સામાન્ય રીતે તે સેન્ટ્રલ AC કરતાં ઓછી વીજળીમાં ચાલે છે. તો ચાલો ગણતરી સમજીએ.

3-ટન સેન્ટ્રલ AC કેટલી વીજળી લે છે?

એક 3-ટન સેન્ટ્રલ AC ભારે ગરમીમાં લગભગ 3,000થી 4,000 વોટ સુધી વીજળી ખેંચી શકે છે. આટલી પાવર માટે લગભગ 10થી 14 સોલાર પેનલની જરૂર પડી શકે છે.

સામે, 12,000 BTU એટલે કે 1-ટન સિંગલ-ઝોન મિની સ્પ્લિટ AC સામાન્ય રીતે 4થી 12 એમ્પિયર વચ્ચે ચાલે છે અને તેનો સરેરાશ પાવર વપરાશ લગભગ 700થી 1,200 વોટ રહે છે. ઇન્વર્ટર કોમ્પ્રેસર હોવાથી તેનો સતત વીજળી વપરાશ ઓછો રહે છે, પણ વચ્ચે-વચ્ચે પાવર સ્પાઇક આવી શકે છે.

AC એક દિવસમાં કેટલી વીજળી વાપરશે?

ACની વીજળીની ખપત જાણવા માટે તેની વોટ ક્ષમતા અને દરરોજ કેટલા કલાક ચાલશે તે જાણવું પડે. ACના વોટ અને દરરોજના કલાકનો ગુણાકાર કરો, પછી એ આંકડાને 1,000થી ભાગો. જવાબ દરરોજની વીજળીની ખપત kWhમાં મળશે.

ઉદાહરણ તરીકે, 12,000 BTUનું મિની સ્પ્લિટ AC સરેરાશ 900 વોટ વીજળી લે છે અને દરરોજ 8 કલાક ચાલે છે. તો દૈનિક વપરાશ 7.2 kWh થશે.

મિની સ્પ્લિટ AC માટે કેટલા સોલાર પેનલ લાગશે?

ધારો કે મિની સ્પ્લિટ AC ચલાવવા દરરોજ આશરે 8 kWh વીજળી જોઈએ. એક 400 વોટનું સોલાર પેનલ દરરોજ લગભગ 1.6 kWh વીજળી બનાવે છે. આ ગણતરી પ્રમાણે લગભગ 5 સોલાર પેનલની જરૂર પડશે. વધારાની ક્ષમતા માટે 5થી 6 પેનલનો વિકલ્પ રાખી શકાય.

બીજી તરફ, 550 વોટનું સોલાર પેનલ દરરોજ લગભગ 2.2 kWh વીજળી બનાવે છે. એટલે 12,000 BTU મિની સ્પ્લિટ AC માટે લગભગ 4થી 5 સોલાર પેનલની જરૂર પડી શકે છે.

જો હવામાન ખૂબ ગરમ કે ઠંડું હોય, AC દરરોજ 10 કલાકથી વધુ ચાલે, અથવા આકાશમાં વાદળ વધુ રહે, તો પેનલની સંખ્યા વધારવી પડી શકે છે.

ટૂંકમાં, 1-ટન મિની સ્પ્લિટ AC માટે 400 વોટના લગભગ 5 પેનલ અથવા 550 વોટના 4થી 5 પેનલ પૂરતા થઈ શકે છે. પણ વાસ્તવિક જરૂરિયાત તમારા ACની ક્ષમતા, રોજના ચલાવવાના કલાક, સ્થાનિક હવામાન અને સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. એટલે પેનલ લગાવતા પહેલા સ્થાનિક સોલાર ઇન્સ્ટોલર સાથે તમારી ખરીદીની ગણતરી કરાવી લેવી સમજદારી છે.