સત્ય. સાહસ. સંકલ્પ.

સોલર પેનલ લગાવ્યા પછી દર વર્ષે કેટલો થાય છે ખર્ચ? સંપૂર્ણ વિગત જાણો

સોલર પેનલ લગાવ્યા પછી દર વર્ષે કેટલો થાય છે ખર્ચ? સંપૂર્ણ વિગત જાણો

આજે ઘણા લોકો ઘર કે ધંધામાં સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છે. પણ પેનલ લગાવી દેવી એટલું જ પૂરતું નથી. લગાવ્યા પછી તેની દેખભાળ કરવી પણ જરૂરી છે, કારણ કે પેનલ લગાવવામાં જ ઘણો ખર્ચ થઈ જાય છે.

જો પેનલની યોગ્ય સંભાળ ન લેવાય, તો તે તેની સામાન્ય ઉંમર પહેલાં જ બગડી શકે છે. ઘણા લોકો માને છે કે સોલર પેનલની સંભાળમાં મોટો ખર્ચ થાય છે, પણ એવું નથી. આવો જાણીએ કે આખરે કેટલો ખર્ચ થાય છે.

જાણકારી મુજબ, 1 કિલોવોટની સોલર સિસ્ટમમાં વર્ષનો સંભાળ ખર્ચ આશરે 1,000 થી 3,000 રૂપિયા સુધીનો થઈ શકે છે. આમાં પેનલની સફાઈ, સિસ્ટમની તપાસ અને બીજી સર્વિસિંગનો સમાવેશ થાય છે.

જો સોલર પેનલ પર ધૂળ-માટી જમા થાય, તો તેની વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા ઘટે છે. એટલે પેનલ લગાવો ત્યારે તેની સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. એક વાર સફાઈ કરાવવાનો ખર્ચ આશરે 500 થી 1,500 રૂપિયા સુધીનો આવી શકે છે. આ ખર્ચ પેનલના કદ અને સર્વિસ આપનાર પર આધાર રાખે છે.

સામાન્ય રીતે સોલર પેનલની સફાઈ વર્ષમાં 2 થી 4 વાર કરાવવી જોઈએ. સફાઈ વખતે પેનલ પર નાની તિરાડ (માઈક્રોક્રેક) ન પડે તે માટે ટેલિસ્કોપિક વોટર બ્રશ વાપરતા પ્રોફેશનલ પાસે સફાઈ કરાવવી સારી ગણાય છે.

જો તમે અલગ-અલગ વખતે સફાઈ ન કરાવવા માંગતા હો, તો કંપની કે વેન્ડર પાસેથી Annual Maintenance Contract (AMC) લઈ શકાય છે. 2 થી 5 કિલોવોટની સિસ્ટમમાં આનો વાર્ષિક ખર્ચ આશરે 2,000 થી 8,000 રૂપિયા સુધીનો થઈ શકે છે. ધ્યાન રાખો કે આ ખર્ચ તમારી સિસ્ટમના કદ અને વેન્ડરના દર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.