સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગના પગારમાં 64%નો વધારો થયો છે. આ વધારા સાથે તેમનું વાર્ષિક વેતન આશરે 27 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે વિશ્વના અન્ય મોટા દેશોના નેતાઓ કરતાં ઘણું વધારે છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વાર્ષિક લગભગ 22 લાખ રૂપિયા મળે છે. આ સરખામણીમાં સિંગાપોરના પીએમનું વેતન કેટલાક ગણું વધારે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળતા વેતન કરતાં પણ તે ઘણું ઊંચું છે.
સિંગાપોર 'ક્લિન વેજ મોડલ' અપનાવે છે. આ મોડલમાં નેતાઓને ઊંચો પગાર આપવામાં આવે છે જેથી તેમને લાંચ લેવાની લાલચ ન થાય. સિંગાપોર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. દેશનું માનવું છે કે પૂરતો પગાર મળે તો નેતા પ્રામાણિક રહે છે.
આ ઉપરાંત, ઊંચા પગારથી ભણેલા-ગણેલા યુવાનો પણ રાજકારણમાં આવવા પ્રેરાય છે. સિંગાપોર ઈચ્છે છે કે કાબેલ યુવાનો રાજકીય કારકિર્દીને પસંદ કરે, જેથી દેશની વ્યવસ્થામાં સુધારો થાય.
આ નિર્ણયથી વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ છે કે શું અન્ય દેશોએ પણ આવી વેતન નીતિ અપનાવવી જોઈએ.