સત્ય. સાહસ. સંકલ્પ.

સિક્કિમના રિંબી ગામમાં ભૂસ્ખલન, 128 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

સિક્કિમના રિંબી ગામમાં ભૂસ્ખલન, 128 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

સિક્કિમના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંબી ગામમાં મોડી રાત્રે અચાનક ભારે વરસાદ ત્રાટકતા ભયાનક ભૂસ્ખલન થયું. યુક્સોમ અને તાશીડિંગ વિસ્તારોમાં અનેક રહેણાક મકાનો, સરકારી ક્વાર્ટર અને દુકાનો કાટમાળમાં દટાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને 128 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

ભૂસ્ખલન એટલું અચાનક આવ્યું કે લોકોને સુરક્ષિત સ્થળે જવાનો સમય જ મળ્યો નહીં. આખા ગામમાં કાટમાળ ફેલાઈ ગયો છે. બચાવ કામગીરીમાં ભારે તકલીફ પડી રહી છે, છતાં સ્થાનિક લોકો પણ રેસ્ક્યૂ ટીમને મદદ કરી રહ્યા છે. સલામતીના કારણોસર લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે.

હજુ પણ વરસાદ ચાલુ હોવાથી નવી આફત આવવાની શક્યતા છે. જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ક્લાઇમેટ ચેન્જને કારણે આવી અચાનક ભારે વરસાદની ઘટનાઓ વારંવાર બની રહી છે.