સત્ય. સાહસ. સંકલ્પ.

પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા માટે પશ્ચિમ રેલવેનો નિર્ણય: સિદ્ધપુર સહિત 4 સ્ટેશન પર ટ્રેનોને અસ્થાયી સ્ટોપેજ

પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા માટે પશ્ચિમ રેલવેનો નિર્ણય: સિદ્ધપુર સહિત 4 સ્ટેશન પર ટ્રેનોને અસ્થાયી સ્ટોપેજ

પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા દરમિયાન મુસાફરો અને શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને સિદ્ધપુર સ્ટેશન પર 3 જોડી ટ્રેનોને અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, અસારવા-ખેડબ્રહ્મા મેમૂને જાદર અને વડાલી સ્ટેશન પર પણ અસ્થાયી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજ 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે.

ટ્રેન નંબર 69251/69252 અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેમૂને તાત્કાલિક અસરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 69251 અસારવા-ખેડબ્રહ્મા મેમૂ જાદર ખાતે 19:59/20:00 કલાકે અને વડાલી ખાતે 20:24/20:25 કલાકે ઉપડશે. પરત આવતી 69252 મેમૂ વડાલી ખાતે 06:53/06:54 કલાકે અને જાદર ખાતે 07:10/07:11 કલાકે ઉપડશે.

સિદ્ધપુર સ્ટેશન પર નીચેની ટ્રેનોને અસ્થાયી સ્ટોપેજ મળશે:

ટ્રેન નંબર 20495/20496 જોધપુર-હડપસર-જોધપુર એક્સપ્રેસને 4થી 9 ઓક્ટોબર 2026 સુધી સિદ્ધપુરમાં સ્ટોપેજ મળશે. 20495નું આગમન/પ્રસ્થાન 03:41/03:43 કલાકે અને 20496નું 08:55/08:57 કલાકે રહેશે.

ટ્રેન નંબર 12547/12548 આગ્રા કેન્ટ-ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ એક્સપ્રેસને 5, 6, 8 અને 9 ઓક્ટોબર 2026એ સિદ્ધપુરમાં સ્ટોપેજ મળશે. 12547નું સમય 09:53/09:55 કલાકે, જ્યારે 12548નું 18:10/18:12 કલાકે રહેશે. 12548 માટે 5, 7 અને 8 ઓક્ટોબરની તારીખો જાહેર કરવામાં આવી છે.

ટ્રેન નંબર 19409/19410 સાબરમતી-ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસને પણ સિદ્ધપુરમાં અસ્થાયી સ્ટોપેજ અપાયું છે. 19409ને 8 અને 10 ઓક્ટોબરે 11:45/11:47 કલાકે, જ્યારે 19410ને 5 ઓક્ટોબરે 08:04/08:06 કલાકે સ્ટોપેજ મળશે.

આ અસ્થાયી સ્ટોપેજથી પિતૃપક્ષ દરમિયાન સિદ્ધપુર આવતા મુસાફરો તેમજ ભાદરવી પૂનમ મેળામાં જતા શ્રદ્ધાળુઓને વધારાની રેલ સુવિધા મળશે.