સત્ય. સાહસ. સંકલ્પ.

શુભમન ગિલના કપાળ પર ચોંટેલું TEMPLE ડિવાઇસ શું છે? જાણો તેની કિંમત અને ખાસિયતો

શુભમન ગિલના કપાળ પર ચોંટેલું TEMPLE ડિવાઇસ શું છે? જાણો તેની કિંમત અને ખાસિયતો

ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા છે, જ્યાં 4 નવેમ્બરથી વન-ડે સિરીઝ શરૂ થવાની છે. તાજેતરમાં પ્રેક્ટિસ દરમિયાન ગિલ એક ખાસ ડિવાઇસ સાથે જોવા મળ્યો, જે તેણે કપાળ પર લગાવ્યું હતું. આ ડિવાઇસનું નામ TEMPLE છે, જેને ઝોમેટોના સહ-સ્થાપક દીપિન્દર ગોયલના નવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યું છે.

TEMPLE એક ફિટનેસ-કેન્દ્રિત ડિવાઇસ છે, જે સ્માર્ટબેન્ડ કે સ્માર્ટવૉચથી અલગ રીતે કામ કરે છે. તેની કિંમત 84,999 રૂપિયા છે અને 1 નવેમ્બરથી તેનું પ્રી-ઓર્ડર શરૂ થવા જઈ રહ્યું છે.

આ ડિવાઇસ મગજમાં લોહીના પ્રવાહનું પરીક્ષણ કરે છે. તેને ફક્ત કપાળ પર ચોંટાડવું પડે છે, ત્યારબાદ તે પોતાની ખાસ ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્ય અને ઊર્જા વગેરે તપાસે છે. કંપનીનો દાવો છે કે તે ઓછી શક્તિ પર કામ કરે છે.

TEMPLEમાં બે ખાસ ફીચર્સ છે. પ્રથમ બ્રેન ફ્લો છે, જે મગજમાં લોહીના પ્રવાહને ટ્રેક કરે છે અને લોહીમાંથી આવતા સિગ્નલને પણ ટ્રેક કરે છે. બીજું ફીચર એન્ટ્રોપી સ્કોર છે, જે 1થી 250 વચ્ચેનો સ્કોર આપે છે. આ સ્કોર શરીરમાં થતા ફેરફારોના આધારે આપવામાં આવે છે.

આ ડિવાઇસની અંદર PPG (ફોટોપ્લેથિસ્મોગ્રાફી) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જે ફિટનેસ બેન્ડ અને સ્માર્ટબેન્ડમાં પણ જોવા મળે છે. PPG ટેક્નોલોજી હેઠળ ત્વચા ઉપરથી એક પ્રકાશ પ્રવેશે છે, જે લોહીમાં થતા ફેરફારોને ટ્રેક કરે છે. TEMPLE લોહીમાં થતા ફેરફારો સંબંધિત ડેટાને ટ્રેક કરે છે, ત્યારબાદ તેની અંદર રહેલી સિસ્ટમ ડેટાનું એનાલિસિસ કરે છે. પછી આ ડેટા મોબાઇલ એપથી યુઝર્સને બતાવવામાં આવે છે.