સત્ય. સાહસ. સંકલ્પ.

AI ડીપફેકનો ભોગ બની અભિનેત્રી શ્રિયા સરન, બોલી- આ પરેશાન કરનારું છે

AI ડીપફેકનો ભોગ બની અભિનેત્રી શ્રિયા સરન, બોલી- આ પરેશાન કરનારું છે

અભિનેત્રી શ્રિયા સરને એઆઈ (કૃત્રિમ બુદ્ધિ)ના દુરુપયોગ સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ એઆઈ ડીપફેકનો ભોગ બની ચૂક્યા છે. તેમની તસવીરોમાં છેડછાડ કરીને ઓનલાઈન શેર કરવામાં આવી હતી. આવો જ અનુભવ અભિનેત્રી જ્હાન્વી કપૂર સહિત અન્ય સ્ટાર્સ સાથે પણ થયો છે.

શ્રિયા સરને આ મુદ્દે એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. તેમણે કહ્યું, 'આ ઘણું અજીબ છે. ઘણી વખત તો મને ખુદને પણ સમજ નથી આવતું કે તસવીરમાં હું છું કે નહીં. એઆઈની મદદથી શરીરનો આકાર બદલી નાખવામાં આવે છે. ક્યારેક તમારા કપડાં ગાયબ કરી દેવામાં આવે છે, તો ક્યારેક શરીરના કોઈ હિસ્સાને મોટો દેખાડી દેવામાં આવે છે. આ બધું પરેશાન કરનારું છે અને બિલકુલ સારી વાત નથી.'

તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક નવી ટેક્નોલોજી સાથે આવું જ થાય છે. સમયની સાથે આપણે કાં તો તેની સાથે જીવતા શીખવું પડશે અથવા તેનાથી થતી સમસ્યાઓ સાથે નિપટવાનો રસ્તો શોધવો પડશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆરના ગીત 'ચુટ્ટામાલ્લે'ની એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં એઆઈ ડીપફેકનો ઉપયોગ કરીને જ્હાન્વીને બદનામ કરવામાં આવી હતી. આ ઘટનાથી બંને સ્ટાર ખૂબ નારાજ થયા હતા. જોકે જ્હાન્વી એકમાત્ર સ્ટાર નથી, જેને આવી ઘટનાનો શિકાર બનવું પડ્યું છે.

બીજી તરફ, શ્રિયા સરનની ફિલ્મ 'દૃશ્યમ 3'એ બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કર્યો છે. 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. અંદાજે 100 કરોડના બજેટની આ ફિલ્મે વર્લ્ડવાઈડ પોતાના બજેટથી પાંચ ગણી વધારે કમાણી કરી લીધી છે.

હવે શ્રિયા સરન ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સાથે પણ નજરે પડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ સાજિદ ખાનની કોમેડી ફિલ્મનો હિસ્સો બન્યા છે, જેમાં અક્ષય કુમાર, આર. માધવન અને દિશા પટાણી પણ છે. જોકે, આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.