સત્ય. સાહસ. સંકલ્પ.

40 વર્ષની ઉંમરે અભિનય કરિયર શરૂ કરનાર શિશિર શર્માનો પરિવાર દિયા શર્મા સાથે

40 વર્ષની ઉંમરે અભિનય કરિયર શરૂ કરનાર શિશિર શર્માનો પરિવાર દિયા શર્મા સાથે

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના જાણીતા અભિનેતા શિશિર શર્માએ 40 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. સામાન્ય રીતે આ ઉંમરે લોકો નિવૃત્તિની નજીક હોય છે, પરંતુ શિશિરે પોતાની અભિનય કુશળતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.

શિશિર શર્માનો જન્મ 10 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેમણે ઝી ટીવીની લોકપ્રિય સિરિયલ 'ઘર કી લક્ષ્મી બેટિયાં'માં કામ કર્યું છે અને 'યહાં મેં ઘર ઘર ખેલી'માં જગમોહન પ્રસાદની ભૂમિકા માટે જાણીતા છે. તેમની અન્ય ફિલ્મોમાં 'સ્ટોરી ઓફ અ લોનલી ગોલ્ડફિશ', 'સ્વાભિમાન', 'બોમ્બે બોયઝ', 'સરકાર રાજ' અને 'ધ સેકન્ડ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હોટેલ'નો સમાવેશ થાય છે. ગૌરવ પ્રતીક સાથેની તેમની ફિલ્મ 'મિશન રાનીગંજ' 6 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થઈ હતી.

શિશિર શર્માએ આંધ્રપ્રદેશમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી મુંબઈની એક કોલેજમાંથી બી.કોમ અને એમબીએની ડિગ્રી મેળવી. તેમની માતાનું નામ શશી શર્મા છે અને તેમની બહેનનું નામ શિલ્પી શર્મા રસ્તોગી છે. શિશિર પરિણીત છે અને તેમને એક પુત્રી, દિયા શર્મા છે.