સત્ય. સાહસ. સંકલ્પ.

શિમલામાં ભૂસ્ખલન: ઢલી-સંજોલી બાયપાસ પર પહાડ ધસી પડતાં વાહનો દટાયા

શિમલામાં ભૂસ્ખલન: ઢલી-સંજોલી બાયપાસ પર પહાડ ધસી પડતાં વાહનો દટાયા

હિમાચલ પ્રદેશના શિમલામાં બુધવારે ઢલી-સંજોલી બાયપાસ માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી અચાનક મોટા પ્રમાણમાં પથ્થરો અને માટી રસ્તા પર ધસી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલાં એકથી બે વાહનો કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં.

ઘટના સમયે હાઇવે પર વાહનોની અવરજવર ચાલુ હતી. ભૂસ્ખલન શરૂ થતાં જ કેટલાક વાહનચાલકોએ સમયસૂચકતા દાખવીને પોતાની ગાડીઓ આગળ હંકારી લીધી હતી, પરંતુ એકથી બે વાહનો કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં.

ઘટનાસ્થળથી થોડે દૂર ઊભેલી વ્યક્તિએ આ દૃશ્યનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે ધૂળની ડમરીઓ અને પથ્થરોના પ્રવાહ વચ્ચે રસ્તાની બાજુમાં ઊભેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા. અચાનક થયેલા આ ભૂસ્ખલનને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. સત્તાવાળાઓ દ્વારા બચાવ અને રાહત કાર્ય ચાલુ છે તેમજ કાટમાળ નીચે દબાયેલા વાહનો અંગેની વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.