સત્ય. સાહસ. સંકલ્પ.

શિખર ધવન પત્ની સોફી શાઇન સાથે તિરુમલા મંદિરે દર્શન કરવા પહોંચ્યા

શિખર ધવન પત્ની સોફી શાઇન સાથે તિરુમલા મંદિરે દર્શન કરવા પહોંચ્યા

પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન સોમવારે પત્ની સોફી શાઇન સાથે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમલા મંદિરે પહોંચ્યા. બંનેએ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરીને આશીર્વાદ લીધા.

ધવન અને સોફી બંને પરંપરાગત વસ્ત્રોમાં મંદિરે ગયા હતા. ધવને કુર્તો અને ધોતી પહેરી હતી, જ્યારે સોફી સફેદ સલવાર સૂટમાં જોવા મળ્યા હતા. દર્શન દરમિયાન ધવને ભક્તો સાથે મુલાકાત કરી અને ચાહકો સાથે તસવીરો પણ પડાવી.

ધવન અને સોફી શાઇનના લગ્ન 21 ફેબ્રુઆરી 2026ના રોજ થયા હતા.

દર્શન બાદ ધવને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મંદિર પ્રશાસને ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરી હતી. તેમણે ભગવાન તિરુપતિના સારા દર્શન માટે આભાર વ્યક્ત કર્યો. ધવને કહ્યું, "મારા દર્શન ખૂબ જ શાનદાર રહ્યા. અહીં પ્રશાસને ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરી હતી. ભગવાન તિરુપતિના આટલા સારા દર્શન કરીને હું ખૂબ જ આભારી છું."

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ધવનના લગ્ન આયેશા મુખર્જી સાથે થયા હતા. બંનેને એક પુત્ર છે, જેનું નામ જોરાવર છે. આઠ વર્ષના લગ્નજીવન બાદ બંને ઓક્ટોબર 2023માં અલગ થઈ ગયા હતા. દિલ્હીની ફેમિલી કોર્ટે 5 ઓક્ટોબર 2023ના રોજ ધવનને છૂટાછેડા આપી દીધા હતા.

ધવને જણાવ્યું છે કે લગ્નજીવન સમાપ્ત થયા બાદ તેઓ લગભગ બે વર્ષથી પોતાના પુત્ર જોરાવરને રૂબરૂ મળી શક્યા નથી. ANIને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે પુત્રથી દૂર રહેવાના ભાવનાત્મક પડકારો વિશે પણ વાત કરી હતી.