સત્ય. સાહસ. સંકલ્પ.

શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે, ભારતે સુરક્ષિત વાપસીની શરત મૂકી

શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે, ભારતે સુરક્ષિત વાપસીની શરત મૂકી

બાંગ્લાદેશમાં ફાંસીની સજા પામેલાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે. અહેવાલો અનુસાર, ભારતે બાંગ્લાદેશ સમક્ષ શરત મૂકી છે કે હસીનાને એ જ રીતે સૈન્ય હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે પરત લઈ જવામાં આવે, જે રીતે તેઓ ભારત આવ્યાં હતાં. તો શું હસીનાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંદરખાને કોઈ સમજૂતી થઈ છે, ભારત તેમને વધુ સમય સુધી કેમ રાખવા માંગતું નથી અને જીવના જોખમ છતાં હસીના પરત કેમ જવા માંગે છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં...

સવાલ-1: શેખ હસીનાને પરત મોકલવા અંગે બાંગ્લાદેશ સાથે કોઈ સમજૂતી થઈ છે?

જવાબ: 5 ઑગસ્ટ 2024ના રોજ ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે હસીનાને ભારત આવવું પડ્યું હતું. તેમને અહીં આવ્યાને 2 વર્ષ 3 મહિના થઈ ગયા છે. જ્યારે બાંગ્લાદેશ 2013ની પ્રત્યર્પણ સંધિ હેઠળ બે વાર સત્તાવાર રીતે હસીનાના પ્રત્યર્પણની માંગ કરી ચૂક્યું છે.

અહીં શેખ હસીના પણ ઘણી વાર કહી ચૂક્યાં છે કે તેઓ ડિસેમ્બર 2026માં બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે 9 નવેમ્બરે દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન પાસેથી પોતાનો નવો પાસપોર્ટ અને મુસાફરીના દસ્તાવેજો માંગ્યા છે.

જ્યારે નવેમ્બર 2025માં બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ, એટલે કે ICT-BD, હસીનાને મૃત્યુદંડ સંભળાવી ચૂક્યું છે. આ પહેલી વાર હતું, જ્યારે બાંગ્લાદેશમાં કોઈ પૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડ સંભળાવવામાં આવ્યો. બાંગ્લાદેશના નેતાઓ કહી રહ્યા છે કે હસીના પરત ફરશે ત્યારે સજાને અમલમાં મૂકવામાં આવશે.

આવા સંજોગોમાં ભારત ઇચ્છે છે કે તેમની હકાલપટ્ટી સુરક્ષિત રીતે થાય. BBC બાંગ્લાની રિપોર્ટમાં ભારતના વિદેશ મંત્રાલય અને સેનાથી જોડાયેલા કેટલાક સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે બાંગ્લાદેશ સાથે વાતચીત કરી રહ્યું છે.

તેણે બાંગ્લાદેશ સમક્ષ 2 શરતો મૂકી છે...

1. બાંગ્લાદેશ હસીનાને સુરક્ષિત રીતે લઈ જાય

ભારતીય અધિકારીઓએ કહ્યું છે, ‘દિલ્હી હસીનાની વાપસી માટે જરૂરી વ્યવસ્થા કરવા તૈયાર છે. આ સમગ્ર પ્રક્રિયા બે રીતે થઈ શકે છે- બાંગ્લાદેશ તેમને લઈ જવા માટે મિલિટરી એરક્રાફ્ટ મોકલી શકે છે અથવા તો જમીની સરહદ પર કોઈ સ્થળ નક્કી કરીને ત્યાંથી તેમને સ્વીકારી શકે છે.’

રિપોર્ટ મુજબ, આ પ્રક્રિયામાં ભારતીય સેનાની મહત્વની ભૂમિકા હોઈ શકે છે. 6 ઑક્ટોબરે બાંગ્લાદેશમાં રહેલા ભારતના ઉચ્ચાયુક્તે આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ સાથે અચાનક મુલાકાત કરી હતી. ઉચ્ચાયુક્ત કોઈ ખાસ કારણસર જ દિલ્હી જઈને આર્મી ચીફને મળે છે. અખબાર મુજબ, ‘આ બેઠક હસીનાની બાંગ્લાદેશ વાપસી સાથે સંબંધિત હતી.’

સેનાના એક સૂત્રએ જણાવ્યું, 'ભારત એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે બાંગ્લાદેશમાં હસીનાને કોઈ ખતરો ન રહે. અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પરંતુ આ જવાબદારી ભારતના ખભા પર આવી ગઈ છે.'

2. હસીનાને સીધી સજા આપવાને બદલે સુનાવણીની તક આપવામાં આવે

હસીનાને જુલાઈ 2024માં સરકારવિરોધી ‘પ્રદર્શનકારીઓના નરસંહાર’ના આરોપમાં સજા કરવામાં આવી છે.

ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશ હસીનાને સજા વિરુદ્ધ અપીલ કરવાની તક આપે અને તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેસની ફરીથી નવેસરથી સુનાવણી શરૂ કરવામાં આવે.

બીબીસી બાંગ્લા સાથે ભારતીય વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, 'અમે જાણી જોઈને તેમને ફાંસી આપી શકતા નથી. તેમને નિષ્પક્ષ સુનાવણીની તક આપવામાં આવે અને આ સુનાવણી વૈશ્વિક મીડિયાની દેખરેખ હેઠળ યોજાય.'

જોકે, અહેવાલના દાવાઓ અંગે 13 નવેમ્બરે પત્રકારોએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને સવાલો કર્યા હતા, ત્યારે તેમણે નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

5 ઓગસ્ટ 2024ના રોજ હિંસક પ્રદર્શનો બાદ શેખ હસીના હેલિકોપ્ટર દ્વારા દિલ્હી આવી ગયાં હતાં. આ વીડિયો બનાવનાર પૂર્વ બાંગ્લાદેશી એરફોર્સ ઓફિસર તહસીફ સૌરીની કથિત રીતે હત્યા થઈ ચૂકી છે.

સવાલ-2: ભારત શેખ હસીનાને વધુ સમય સુધી કેમ રોકવા માંગતું નથી?

જવાબ: આ પાછળ 2 કારણો હોઈ શકે છે...

1. હસીનાનું વધુ સમય સુધી રોકાવું મુશ્કેલ

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડેપ્યુટી ડિરેક્ટર વિવેક મિશ્રા કહે છે, ‘આખરે હસીના ભારત કે કોઈ અન્ય દેશમાં કેટલા સમય સુધી રહેશે? ભારત ભલે આ વાત ન કહે, પરંતુ આ એક વધારાની જવાબદારી જેવી છે. કોઈ નિર્વાસિત નેતાને આશરો આપવો સરળ નથી હોતો.’

વાસ્તવમાં, શેખ હસીના ભારત આવ્યા પછી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર બની હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી 2026થી તારિક રહમાનની પાર્ટી BNP સત્તામાં છે.

પીએમ મોદી તારિકને જીતની શુભેચ્છા પાઠવનારા શરૂઆતના નેતાઓમાંના એક હતા. તારિકની પાર્ટી BNPએ પણ ભારત સાથે સ