બોલિવૂડ અભિનેતા શરદ કપૂર, જે 'જોશ' ફિલ્મ માટે જાણીતા છે, તેમને હોલીવુડ ફિલ્મની ઓફર મળી છે. આ ફિલ્મથી તેઓ હોલીવુડમાં ડેબ્યુ કરશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2026થી શરૂ થવાનું છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શરદ કપૂરે જણાવ્યું કે તેમની તબિયત હવે સારી છે. તેમણે કહ્યું કે તેમને પૈસાની કોઈ તકલીફ નથી અને તેઓ એક સુંદર ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે. તેઓ આઇલેન્ડમાં શિફ્ટ થવાનો પ્લાન બનાવી રહ્યા છે.
શરદ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ પોતાના શ્વાનને શેલ્ટર હોમમાં છોડતા ભાવુક જોવા મળ્યા હતા. આ વીડિયા પર ચાહકો ચિંતિત થયા હતા. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે તેઓ બાર્સિલોનામાં ફૂટબોલ મેચ રમવા ગયા હતા ત્યારે ઈજાગ્રસ્ત થયા હતા. ડોક્ટરે તેમને બે મહિના બેડ રેસ્ટ આરામ કરવાનું કહ્યું હતું. તેથી ચાર શ્વાનની સંભાળ રાખી શકાય તેમ ન હોવાથી તેમણે શ્વાનને શેલ્ટર હોમમાં મૂક્યા હતા. આ કામચલાઉ ઉપાય છે, તેઓ જલદી સાજા થઈને શ્વાનને પાછા લાવશે.
શરદ કપૂરે જણાવ્યું કે તેઓ છેલ્લા સાત વર્ષથી ન્યુયોર્કમાં હતા અને એક વર્ષ પહેલા ભારત આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમના માટે પરિવાર જેવી છે. તેમણે કહ્યું કે તેમને હોલીવુડ પ્રોજેક્ટનું કામ મળ્યું છે, જે તેમનું ડેબ્યુ હશે. આ પહેલા તેમની બોલિવૂડ ફિલ્મ 'કાબારેટ' (2019) આવી હતી, જેમાં રિષા ચઢ્ઢા લીડ રોલમાં હતી.