સત્ય. સાહસ. સંકલ્પ.

નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીની ભરપૂર પ્રશંસા

નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીની ભરપૂર પ્રશંસા

મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ છે.

શંકરભાઈએ જણાવ્યું કે સામાન્ય રીતે સત્તા ન હોય ત્યારે રાજકારણમાં વ્યક્તિ જાહેર જીવન કે સંગઠનના કામોથી દૂર થઈ જતી હોય છે. પરંતુ નીતિનભાઈ પટેલે સત્તા વગર પણ સતત જનપ્રતિનિધિ જેવો જ લોકસંપર્ક જાળવી રાખ્યો છે.

કડી એપીએમસીમાં નીતિનભાઈ પટેલની સક્રિયતાનો ઉલ્લેખ કરતા શંકરભાઈએ કહ્યું કે તેઓ હોદ્દા માટે નહીં, પરંતુ ખેડૂતો અને વેપારીઓના કલ્યાણ માટે ડિરેક્ટર તરીકે સેવા આપે છે. બોર્ડમાં તેમની ઉપસ્થિતિ માત્ર જ સંસ્થાની પારદર્શિતા અને ગેરરીતિમુક્ત વહીવટની ગેરંટી બની જાય છે.