સત્ય. સાહસ. સંકલ્પ.

શનિ 58 દિવસ વક્રી: કર્ક, સિંહ અને મીન રાશિ માટે સાવધાનીના સમય, જાણો ઉપાયો

શનિ 58 દિવસ વક્રી: કર્ક, સિંહ અને મીન રાશિ માટે સાવધાનીના સમય, જાણો ઉપાયો

આજે 14 ઑક્ટોબરથી શનિ 58 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. ગત 27 જુલાઈથી શનિ મીન રાશિમાં આ જ અવસ્થામાં ગોચર કરી રહ્યા છે. હવે 11 ડિસેમ્બર સુધી શનિ આ રીતે ઊંધી ચાલ ચાલશે. ત્યાર બાદ શનિ માર્ગી થશે, પરંતુ ત્યાં સુધી તેમની વક્ર દૃષ્ટિ ત્રણ રાશિઓ પર સતત રહેશે.

જ્યોતિષ અનુસાર, શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે, જે કર્મોના હિસાબે ફળ આપે છે. તેથી ડરવાની જરૂર નથી. શનિ સજા નથી આપતા, પરંતુ અરીસાની જેમ બતાવે છે કે આપણે ક્યાં ઊભા છીએ અને આપણે હજી કેટલા સુધરવાનું બાકી છે. વક્રી શનિ વારંવાર કોઈ જૂની વસ્તુ કે ટેવ સામે લાવે છે, જ્યાં સુધી આપણે સાચો રસ્તો ન લઈએ.

આ 58 દિવસ દરમિયાન કર્ક, સિંહ અને મીન રાશિના જાતકોને થોડી સાવધાની રાખવી પડશે. ચાલો જોઈએ કઈ રાશિ પર શું અસર થશે અને કયા ઉપાયો કરી શકાય.

કર્ક રાશિ: ખર્ચા અને બચત વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. વણજોઈતા ખર્ચા પર નિયંત્રણ રાખો. ઘરમાં કોઈ વાત પર બોલાચાલી થઈ શકે છે, જેનાથી મનમાં ઉથલપાથલ રહેશે. નોકરીમાં જવાબદારીઓ વધશે, તો બાબતો વધુ ગૂંચવાઈ શકે છે. પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન બનાવવું મુશ્કેલ લાગશે. દલીલબાજીમાં ન પડો, શાંત રહેવાનો પ્રયાસ કરો.

સિંહ રાશિ: નોકરિયાત લોકોનું કામ ગૂંચવાઈ શકે છે. કામ મોડું થશે તો મન ઉદાસ રહેશે. ધૈર્ય રાખો. 100 ટકા મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, પરંતુ મહેનત ચાલુ રાખો. મોડું ભલે થાય, ફળ જરૂર મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો, બાબતો મોડી થવાથી ચીડ ચડશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો દરેક બાબતમાં સતર્ક રહે, નવી વસ્તુ હાથમાં આવે તો તેના દરેક પાસા ચેક કરો.

મીન રાશિ: આ 58 દિવસ સાવધાની રાખો. ફૂંકી-ફૂંકીને પગલાં આગળ વધારો. પ્રોફેશનલ જીવનમાં થોડું દબાણ અનુભવાશે, પરંતુ તે કેટલાક દિવસોની વાત છે. પછી સ્થિતિ સુધરશે. અત્યારે શાંત રહીને કામ કરતા રહો. કામમાં વારંવાર અડચણ આવી શકે, પરંતુ મન નાનું ન કરો. ઉતાવળમાં નિર્ણય ન લો. અધૂરાં કામ પૂરાં કરો.

શનિના પ્રકોપથી બચવાના ઉપાયો:

  • શનિવારે શનિ મંદિરે જાઓ, તલનું દાન કરો.
  • જરૂરિયાતમંદ લોકોને મદબ કરો, સામર્થ્ય પ્રમાણે વસ્તુઓ આપો.
  • વડીલોનું સન્માન કરો અને તેમની વાતને મહત્ત્વ આપો.
  • નબળા વર્ગના લોકોને ન સતાવો, કોઈને નીચા ન દેખાડો.
  • આસપાસ સફાઈ રાખો અને રૂટીન બનાવીને શેડ્યૂલ ઠીક કરો.
  • એક પછી એક બધા અટકેલા કામ પૂરા કરો.
  • શનિવારે સાંજે પીપળા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતા નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લેવી.