ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનના બેટ્સમેન શાન મસૂદ 95 રને આઉટ થયા. તે સદીથી માત્ર પાંચ રન દૂર રહી ગયો. આ તેની 10 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પહેલીવાર બન્યું કે તે 90ના સ્કોરમાં આઉટ થયો.
પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં ટીમે એક પણ રન કર્યા વિના બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે મસૂદે મોરચો સંભાળ્યો. તેણે યુવા બેટ્સમેન અઝાન અવૈસ સાથે ત્રીજી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીએ પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું અને શ્રેણીમાં પ્રથમ વાર કોઈ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાઈ.
અઝાન અવૈસના આઉટ થયા બાદ મસૂદે બાબર આઝમ સાથે ઇનિંગ્સ આગળ વધારી. પાકિસ્તાનનો સ્કોર 200 રન પાર કરાવ્યો. મસૂદ સદી તરફ મજબૂતીથી આગળ વધી રહ્યો હતો, પરંતુ 50મી ઓવરમાં તેની ઇનિંગ્સનો અચાનક અંત આવ્યો.
ગસ એટકિન્સને ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ-ઓફ-લેન્થ બોલ ફેંક્યો. મસૂદે તેને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની બહારની ધારને અથડાયો. ચોથી સ્લિપમાં ઊભેલા ડેન લોરેન્સે જમણી તરફ ડાઇવ કરીને શાનદાર કેચ પકડ્યો. મસૂદે 148 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા.
આ સાથે મસૂદ પોતાની આઠમી ટેસ્ટ સદીથી પાંચ રન દૂર રહી ગયો. તેની કારકિર્દીમાં પહેલીવાર તે 90ના સ્કોરમાં આઉટ થયો. આ પાંચ રનની કમી તેને હંમેશા સતાવશે.