સત્ય. સાહસ. સંકલ્પ.

IIFA 2027 પ્રેસ કોન્ફરન્સમાં કરીના-શાહિદ 19 વર્ષ પછી ભેટ્યા, ચાહકો ભાવુક

IIFA 2027 પ્રેસ કોન્ફરન્સમાં કરીના-શાહિદ 19 વર્ષ પછી ભેટ્યા, ચાહકો ભાવુક

ગુરુવાર, 22 ઓક્ટોબરે મુંબઈમાં IIFA 2027ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આ ઇવેન્ટમાં બોલિવૂડના ઘણા મોટા સિતારાઓ હાજર રહ્યા, જેમાં સલમાન ખાન, રશ્મિકા મંદાના, શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનનો સમાવેશ થાય છે.

આ ઇવેન્ટની સૌથી ચર્ચિત ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે શાહિદ કપૂર અને કરીના કપૂર એકબીજાને મળ્યા. બંનેને જોઈને ચાહકોને 'જબ વી મેટ' ફિલ્મ અને તેના ગીતોની યાદ તાજી થઈ ગઈ.

કરીના કપૂર આ ઇવેન્ટમાં ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી, જ્યારે શાહિદ કપૂર વ્હાઇટ સૂટમાં હાજર થયો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંનેએ એકબીજાને ભેટીને ગ્રીટ કર્યું. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

ચાહકોએ આ ક્ષણને ખૂબ પસંદ કરી છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, 'પર્ફેક્ટ પેર, બંને એકબીજા માટે જ બન્યા હતા, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.' બીજા એક યુઝરે લખ્યું, 'મારા ફેવરિટ ગીત અને આદિત્ય, કાશ આપણે તેમને ફરી સ્ક્રીન પર સાથે જોઈ શકાતા.' અન્ય એકે લખ્યું, 'હું આ મોમેન્ટની રાહ જોઈ રહી હતી, મારા ફેવરિટ બેબો અને શાહિદ ફૉરેવર.'

ઉલ્લેખનીય છે કે શાહિદ અને કરીનાનું અફેર બોલિવૂડના સૌથી ચર્ચિત અફેર્સમાંથી એક હતું. તેઓએ લગભગ 3થી 4 વર્ષ સુધી ડેટિંગ કર્યું. જોકે, જ્યારે તેઓ ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જબ વી મેટ' કરી રહ્યા હતા, ત્યારે 2007માં શૂટિંગના અંતિમ દિવસોમાં બંનેના બ્રેકઅપના સમાચારોએ ખૂબ જોર પકડ્યું હતું.

આ ઉપરાંત, ઇવેન્ટમાં સલમાન ખાનની એન્ટ્રી પણ ચર્ચાનો વિષય રહી. તેમને મળવા એક નાની બાળકી પોતાની સાથે સલમાનનું પોસ્ટર લઈને પહોંચી અને તેમને ભેટી પડી. સલમાને પણ તેને નિરાશ ન કરી અને પ્રેમથી અભિવાદન કર્યું. આ ભાવુક ક્ષણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

IIFA એવોર્ડ્સની શરૂઆત 27 ઓક્ટોબરથી અબુધાબીમાં થશે, જેમાં બોલિવૂડના ઘણા મોટા સિતારાઓ હાજર રહેવાના છે.