ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાએ તાજેતરના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે બોલિવૂડ અંડરવર્લ્ડની ધમકીઓથી થરથરતું હતું, ત્યારે શાહરૂખ ખાન એકમાત્ર એવા અભિનેતા હતા જેમણે ક્યારેય ડર બતાવ્યો ન હતો. તેમણે અંડરવર્લ્ડની ધમકીઓ અને ઓફરોને નકારી કાઢી હતી.
સંજય ગુપ્તાએ કહ્યું કે, "તે સમયે લગભગ દરેક મોટા અભિનેતાને અંડરવર્લ્ડ સાથે કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. અમારા પર ગોળીબાર પણ થયો હતો. પરંતુ જ્યારે શાહરૂખ ખાનને ધમકી આપવામાં આવી, ત્યારે તેમણે કહ્યું હતું કે, 'પઠાણ છું, ગોળી મારવી હોય તો મારી દો, હું ડરતો નથી.'"
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ' 24 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.