સત્ય. સાહસ. સંકલ્પ.

શાહરુખ ખાનનું 300 કરોડનું ઘર 'મન્નત': ગુજરાતી પરિવાર પાસેથી ખરીદ્યું, ગૌરીએ ડિઝાઈન કર્યું

શાહરુખ ખાનનું 300 કરોડનું ઘર 'મન્નત': ગુજરાતી પરિવાર પાસેથી ખરીદ્યું, ગૌરીએ ડિઝાઈન કર્યું

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન આજે તેમનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દિલ્હીથી મુંબઈ સુધીની સફરમાં તેમણે નાના પડદાથી લઈને ફિલ્મ ઉદ્યોગ સુધી લાંબી મહેનત કરી છે. આજે તેઓ ભારતના સૌથી ધનિક અભિનેતાઓમાં ગણાય છે.

એક રિપોર્ટ અનુસાર શાહરુખ ખાનની કુલ સંપત્તિ આશરે 12,490 કરોડ રૂપિયા છે. તેમની આવકનું મુખ્ય સ્રોત ફિલ્મોમાં અભિનય ઉપરાંત જાહેરાતો, પ્રોડક્શન હાઉસ અને આઈપીએલ ટીમ છે.

મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા (પશ્ચિમ)માં બેન્ડસ્ટેન્ડ ખાતે આવેલું તેમનું ઘર 'મન્નત' દેશ-વિદેશમાં જાણીતું છે. અરબી સમુદ્રની સામે આવેલા આ બંગલાની આજે કિંમત 300થી 350 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

શાહરુખ ખાને આ બંગલો 2001માં આશરે 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમણે આ ઘર એક ગુજરાતી પારસી પરિવાર પાસેથી ખરીદ્યું હતું.

મન્નતમાં શાહરુખ ખાન તેમના પરિવાર સાથે રહે છે. ઘરમાં સ્વિમિંગ પુલ, જિમ અને અન્ય ઘણી સુવિધાઓ છે. તેમનાં પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને મન્નતની ડિઝાઇન ફરીથી કરી છે. આ ડિઝાઇનને કારણે મન્નતને દુનિયાના સૌથી સુંદર અને મોંઘા ઘરોમાં એક ગણવામાં આવે છે.