સત્ય. સાહસ. સંકલ્પ.

શાહરૂખ ખાનના 61મા જન્મદિવસે 'કિંગ'નું પહેલું ગીત 'તૂ મિલ જાયે' રિલીઝ, દીપિકા સાથેની કેમેસ્ટ્રી વાયરલ

શાહરૂખ ખાનના 61મા જન્મદિવસે 'કિંગ'નું પહેલું ગીત 'તૂ મિલ જાયે' રિલીઝ, દીપિકા સાથેની કેમેસ્ટ્રી વાયરલ

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો 61મો જન્મદિવસ 2 નવેમ્બરના રોજ છે. તેમના ચાહકો માટે આ દિવસ ઉત્સવ જેવો હોય છે. લોકો અડધી રાત્રે પણ તેમના બંગલા 'મન્નત' બહાર તેમની એક ઝલક માટે રાહ જોતા હોય છે.

આ વખતે ફિલ્મ 'કિંગ'ના નિર્માતાઓએ ચાહકોને અડધી રાત્રે સરપ્રાઇઝ આપ્યું છે. શાહરૂખના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું પહેલું ગીત 'તૂ મિલ જાયે' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. બંનેની જોડી જોઈને ચાહકો ખૂબ ઉત્સાહિત થઈ ગયા છે.

આ ગીત બીચના કિનારે શૂટ કરવામાં આવ્યું છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી દેખાય છે. સાથે જ શાહરૂખના એક્શન અવતાર અને ભાવનાત્મક દ્રશ્યો પણ જોવા મળે છે. ગીત રિલીઝ થતાં જ ચાહકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખના જન્મદિવસ પહેલા જ 'મન્નત' બહાર એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના પર 'કિંગ'નું પોસ્ટર લાગેલું હતું. આના પરથી ચાહકોને અંદાજ હતો કે કંઈક ખાસ થવાનું છે. હવે તે અટકળો સાચી પડી છે.

દીપિકા પાદુકોણ શાહરૂખને પોતાનો 'લકી ચાર્મ' માને છે. તેમનું માનવું છે કે શાહરૂખ સાથેની દરેક ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે અને તેમને ઘણી નવી ફિલ્મોની ઓફર મળી છે. દીપિકાએ 2007માં 'ઓમ શાંતિ ઓમ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં શાહરૂખ પણ હતા. ત્યારબાદ 'ચેન્નઈ એક્સપ્રેસ' સહિતની ઘણી ફિલ્મોમાં બંને સાથે જોવા મળ્યા છે.

ફિલ્મ 'કિંગ' 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ક્રિસમસના અવસરે ફિલ્મ થિયેટરમાં આવશે. શાહરૂખ ત્રણ વર્ષ પછી થિયેટરમાં કમબેક કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા ઉપરાંત સુહાના ખાન, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, અરશદ વારસી અને જયદીપ અહલાવત જેવા કલાકારો પણ જોવા મળશે.

શાહરૂખની છેલ્લી ફિલ્મો 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' 2023માં રિલીઝ થઈ હતી. આ ત્રણેય ફિલ્મોએ 2500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે 'કિંગ'ને લઈને ફરી એ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડે છે.