સત્ય. સાહસ. સંકલ્પ.

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલનની જીત, 14 વર્ષ જૂની સત્તાનો અંત

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલનની જીત, 14 વર્ષ જૂની સત્તાનો અંત

સર્બિયાના રાષ્ટ્રપતિ આલેક્ઝાન્ડર વુસિકે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. છેલ્લા 14 વર્ષથી સત્તા પર રહેલા વુસિકની હારને દેશના તાજેતરના ઇતિહાસનો સૌથી મોટો રાજકીય ફેરફાર માનવામાં આવી રહ્યો છે. વુસિક રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સમર્થક માનવામાં આવે છે.

આ ચૂંટણીમાં એક તરફ વુસિકની પાર્ટી 'સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી' (SNS) હતી, તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને લોકશાહીની રક્ષા માટે લડત ચલાવી રહેલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંદોલન હતું. આ આંદોલનની શરૂઆત 2024માં નોવી સાદ શહેરમાં ટ્રેન સ્ટેશનની છત પડી જવાથી 16 લોકોના મોત બાદ થઈ હતી. ત્યારથી વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચાર અને તાનાશાહી સામે લડી રહ્યા છે.

250 બેઠકોની સંસદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. વુસિકે જણાવ્યું કે તેમની પાર્ટીને લગભગ 105 બેઠકો મળી છે, જ્યારે વિદ્યાર્થીઓની યાદીને 135થી 140 બેઠકો મળી શકે છે. તેમણે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું, 'સ્ટુડન્ટ્સ લિસ્ટ જીતી ગઈ છે.'

પોતાની હાર માટે વુસિકે સ્વતંત્ર મીડિયા, કેટલાક યુરોપીય દેશોના કથિત હસ્તક્ષેપ અને અમેરિકન 'ડીપ સ્ટેટ'ને જવાબદાર ઠેરવ્યા છે. તેઓ શરૂઆતથી જ આંદોલનને વિદેશી ષડયંત્ર ગણાવતા આવ્યા હતા.