સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળીને 82,150 પર, નિફ્ટી 25,300 ની ઉપર

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળીને 82,150 પર, નિફ્ટી 25,300 ની ઉપર

આજે 16 નવેમ્બરે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 82,150ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ આશરે 150 પોઈન્ટની તેજી છે અને તે 25,300ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

આજે બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોશ્પી 2.74% ઘટીને 5,145 પર, જાપાનનો નિક્કેઈ 1.57% ઘટીને 60,183 પર અને હોંગકોંગનો હેંગસેંગ 0.86% વધીને 23,847 પર ટ્રેડ થઈ રહ્યો છે.

અમેરિકન બજારમાં 13 નવેમ્બરે મિશ્ર કારોબાર રહ્યો હતો. ડાઉ જોન્સ 0.10% વધીને 52,348 પર, નાસ્ડેક 0.91% ઘટીને 25,136 પર અને S&P 500 0.40% ઘટીને 7,562 પર બંધ થયો હતો.

વિદેશી રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં 26,131 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આ સમયગાળામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 17,019 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

શુક્રવારે બજારમાં ઘટાડો નોંધાયો હતો.