સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં ઘટાડોઃ સેન્સેક્સ 500 અંક તૂટ્યો, નિફ્ટી પણ લપસ્યો

શેરબજારમાં ઘટાડોઃ સેન્સેક્સ 500 અંક તૂટ્યો, નિફ્ટી પણ લપસ્યો

શેરબજારમાં આજે (9 સપ્ટેમ્બર) મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટીને 75,000ની નીચે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ લગભગ 150 પોઈન્ટ ઘટીને 23,500ના સ્તરે છે. બેન્કિંગ અને IT શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે.

આજથી 6 IPO બોલી માટે ખુલ્લા મૂકાયા છે. કરમતારા એન્જિનિયરિંગ, એલસીસી પ્રોજેક્ટ્સ, સ્ટીમહાઉસ ઇન્ડિયા, મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને રેન્ટોમોજોના IPO પર 11 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. શેર ફાળવણી 15 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરે થવાની સંભાવના છે.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો, એશિયામાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.45% વધ્યો છે, જાપાનનો નિકેઈ 0.35% ઉપર છે, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.05% ઘટ્યો છે. ગઈકાલે (8 સપ્ટેમ્બરે) અમેરિકન બજારોમાં ઘટાડો નોંધાયો હતો – ડાઉ જોન્સ 1.18%, નાસ્ડેક 0.32% અને S&P 500 0.58% નીચે બંધ થયા હતા.

ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) છેલ્લા 7 દિવસમાં 15,824 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) 5,301 કરોડના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. આ પહેલા ગઈકાલે પણ બજારમાં ઘટાડો થયો હતો, સેન્સેક્સ 555 અંક ઘટીને 75,578 અને નિફ્ટી 144 અંક ઘટીને 23,635 પર બંધ થયો હતો.