સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પછી શેરબજારમાં તેજી: સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 166 પોઈન્ટ વધ્યો

દિવાળી પછી શેરબજારમાં તેજી: સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 166 પોઈન્ટ વધ્યો

દિવાળીની રજાઓ પછી આજે ભારતીય શેરબજારમાં સવારથી જ સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 639 પોઈન્ટના ઉછાળા સાથે 82,231.78ની સપાટીએ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 50 પણ 166 પોઈન્ટની તેજી સાથે 25,310.70ના સ્તરે ટ્રેડ થયો હતો.

સેન્સેક્સ ગઈકાલના બંધ 81,592.45 સામે આજે 81,810.98ના ભાવે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન તે 82,231.78ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નીચું સ્તર 81,776.90 રહ્યું હતું. નિફ્ટી 50 ગઈકાલના બંધ 25,144.30 સામે 25,206.15ના ભાવે ખૂલ્યો હતો. તે દિવસમાં 25,310.70ના ઉચ્ચ સ્તરે અને 25,195.35ના નીચા સ્તરે રહ્યો હતો.

બજારના અહેવાલો મુજબ, વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને કારણે સૂચકાંકોમાં આ ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોમાં પણ ઉત્સાહનો માહોલ છે.