સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ: સેન્સેક્સ 1326 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 418 પોઈન્ટ ગબડ્યો

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ: સેન્સેક્સ 1326 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 418 પોઈન્ટ ગબડ્યો

આજે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સવારે સેન્સેક્સ 74,682.19 અને નિફ્ટી 23,120.90 પર ખૂલ્યા હતા, પરંતુ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 1,326 પોઈન્ટ અને નિફ્ટી 418 પોઈન્ટ ગબડ્યા હતા. રોકાણકારોને અણધારી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

ગઈકાલે સોમવારે સેન્સેક્સનું ક્લોઝિંગ 73,852.90 પોઈન્ટ હતું. આજે સેન્સેક્સ 74,682.19 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો, પરંતુ અચાનક બજારમાં યુ-ટર્ન આવતાં તે 73,356.71 પોઈન્ટની નીચલી સપાટીએ સરકી ગયો હતો. આમ સેન્સેક્સમાં કુલ 1,326 પોઈન્ટની ઉથલપાથલ થઈ હતી. સેન્સેક્સ દિવસની શરૂઆતમાં 776 પોઈન્ટ ચઢ્યો હતો, પરંતુ અંતે 496 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટી પણ બેહાલ થયો હતો. સોમવારે નિફ્ટી 22,888.95 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. આજે તે 232 પોઈન્ટના ઉછાળા સાથે 23,120.90 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ આ તેજી ટકી નહીં અને ટ્રેડિંગની મધ્યમાં જ તે 22,702.85 પોઈન્ટની નીચલી સપાટીએ ગબડી ગયો હતો. આમ નિફ્ટીમાં 418 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. જોકે પછીથી થોડી રિકવરી થતાં નિફ્ટી 186 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.