શેર બજારમાં આજે એટલે કે 8 ઑક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં આશરે 200 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 72,450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઘટાડો છે અને તે 22,550ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે મેટલ અને રિયલ્ટી શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે.
એશિયાઈ બજારોમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 55 પોઈન્ટ ઘટીને 6,751 પર, જાપાનનો નિક્કેઈ 662 પોઈન્ટ ઘટીને 69,373 પર અને હોંગકોંગનો હેંગ સેંગ 84 પોઈન્ટ ઘટીને 24,047 પર કારોબાર કરી રહ્યો છે.
અમેરિકન બજારમાં 7 ઑક્ટોબરે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 341 પોઈન્ટ ઘટીને 51,180 પર, નૅસ્ડૅક 61 પોઈન્ટ ઘટીને 27,539 પર અને S&P 500 17 પોઈન્ટ ઘટીને 7,802 પર બંધ થયો હતો.
વિદેશી રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં 17 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. FII/FPIએ આ સમયગાળામાં 13,782 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી છે, જ્યારે DIIએ 14,867 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી છે.
આ પહેલાં ગઈકાલે એટલે કે 7 ઓક્ટોબરે પણ બજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 72,639ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ આશરે 173 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,603 પર બંધ થયો હતો.