બુધવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ₹6 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું હતું.
બુધવારે સેન્સેક્સ તેના અગાઉના બંધ સ્તર 82,532ની સામે 82,376 પર ખૂલ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન વેચવાલી વધતાં તે 600થી વધુ પોઈન્ટ ઘટીને 81,780 પર આવી ગયો હતો. નિફ્ટીએ પણ 25,387ના અગાઉના બંધની સામે 25,323 પર શરૂઆત કરી હતી, પરંતુ પછી તે 200થી વધુ પોઈન્ટ ઘટીને 25,141 પર પહોંચ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય (માર્કેટ કેપિટલાઇઝેશન) અગાઉના કારોબારી દિવસના ₹5,11,71,121.57 કરોડથી ઘટીને ₹5,05,71,089.33 કરોડ થયું હતું. આ રીતે રોકાણકારોને ₹6,00,032 કરોડનું નુકસાન થયું હતું.
આ ઘટાડામાં ટાઇટનનો શેર 4.10%, બજાજ ફાઇનાન્સ 2.30%, Eternal 2.25% અને TCS 2.20% ઘટ્યો હતો. મિડકેપ કેટેગરીમાં National Aluminium 4.60%, Dixon 3.40%, KEI 3.10%, AU Bank 2.50% અને MPhasis 2.40% ઘટ્યા હતા.