સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી: SD Pay કૌભાંડમાં 634 કરોડની ઠગાઈ, 1.5 લાખ રોકાણકારો છેતરાયા, 6 ધરપકડ

અમરેલી: SD Pay કૌભાંડમાં 634 કરોડની ઠગાઈ, 1.5 લાખ રોકાણકારો છેતરાયા, 6 ધરપકડ

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે SD Pay અને Apna Pay એપ દ્વારા રૂ. 634 કરોડની ઠગાઈ કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં દોઢથી પોણા બે લાખ જેટલા રોકાણકારોને છેતરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ SD Pay અને Apna Pay એપ દ્વારા લોકોને આકર્ષક વળતર અને રેફરલ બોનસની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને દૈનિક 0.15% થી 0.30% સુધીનું વળતર અને 15 લેયર સુધી 3% થી 30% રેફરલ કમિશન આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ S.D. Hub (OPC) Pvt. Ltd., Shiv Dharti Communication, Upay Digi Payment India સહિતની ડમી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના 15 બેન્ક ખાતાઓમાંથી રૂ. 634 કરોડની હેરાફેરી થઈ હતી.

SIT દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં સૂર્યસિંહ રાઠોડ (ગાંધીનગર), આશિષ ગેડિયા (સુરત), ભાવેશ ચૌહાણ (સુરત), નિશી પ્રસાદ (મહેસાણા), સોહિલ મકવાણા (મહેસાણા) અને નિરવકુમાર પટેલ (મહેસાણા)નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગેંગ સામે NCCRP પોર્ટલ પર દેશભરમાંથી 83 ફરિયાદો નોંધાઈ છે. પોલીસે આ મામલે BNS, Banning of Unregulated Deposit Schemes Act, GPID એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.